રાષ્ટ્રપતિએ 'કરમ પૂજા'ની શુભેચ્છાઓ આપી
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિં.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે દેશવાસીઓને ''કરમ પૂજા''ની શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા. રાષ્ટ્રપતિ મુર્મુએ એક્સ પર લખ્યું, તમામ દેશવાસીઓને ''કરમ પૂજા''ની હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન. પ્રકૃતિ પ્રત્યે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિં.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે દેશવાસીઓને 'કરમ પૂજા'ની શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા.

રાષ્ટ્રપતિ મુર્મુએ એક્સ પર લખ્યું, તમામ દેશવાસીઓને 'કરમ પૂજા'ની હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન. પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા, કર્મ પ્રત્યે નિષ્ઠા અને ભાઈચારાની ભાવના સાથે જોડાયેલો કરમ પર્વ આપણી સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ અને જીવન-મૂલ્યોની જીવંત અભિવ્યક્તિ છે. આ પર્વ આપણને પ્રકૃતિનું સંરક્ષણ કરવા અને સદ્ભાવના સાથે કાર્ય કરવાની પ્રેરણા આપે છે. મારી કામના છે કે 'કરમ પૂજા'નો આ પર્વ તમામ દેશવાસીઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો સંચાર કરે.

ઉલ્લેખનીય છે કે, 'કરમ પૂજા' પ્રકૃતિ, કૃષિ અને ભાઈ-બહેનના પ્રેમ સાથે જોડાયેલો એક મુખ્ય આદિવાસી અને લોક પર્વ છે, જે મુખ્યત્વે ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ઉજવવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande