
પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.)ભારતીય કોસ્ટ ગાર્ડ, પોરબંદર તરફથી
મળેલ અહેવાલના આધારે પોરબંદર જિલ્લાની માછીમારી બોટ “VINAYAK PUJA”
(બોટ રજીસ્ટ્રેશન નં. IND-GJ-25-MM-4573) સામે ગુજરાત
મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003 તથા ગુજરાત
મત્સ્યોદ્યોગ નિયમો-2003 હેઠળ
કાર્યવાહી કરવામાં આવી છે.
ઉક્ત બોટ તા. 24/08/2026 ના રોજ No Fishing
Zone (NFZ) વિસ્તારમાં માછીમારી કરતી હોવાનું અહેવાલમાં જણાવવામાં
આવ્યું હતું. આ ઉપરાંત, બોટ દ્વારા IMBL
(International Maritime Boundary Line) ક્રોસ કરી નિયમભંગ
કરવામાં આવેલ હોવાથી, સંબંધિત નિયમો તથા લાગુ પડતી જોગવાઈઓ અનુસાર
કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી અંતર્ગત
બોટ નં.IND-GJ-25-MM-4573નું માછીમારી
લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ છે. તેમજ નિયમભંગ બદલ બોટને મળવાપાત્ર ડીઝલ/પેટ્રોલ
સબસીડી રોકવામાં આવી છે. બોટ માલિકને કચેરી દ્વારા આપવામાં આવેલ ડીઝલ કાર્ડ પરત
જમા કરાવવા પણ જણાવવામાં આવ્યું છે.
મત્સ્યોદ્યોગ વિભાગ
દ્વારા તમામ માછીમારોને દરિયામાં માછીમારી કરતી વખતે IMBL, No
Fishing Zone તથા અન્ય લાગુ પડતા દરિયાઈ અને મત્સ્યોદ્યોગ સંબંધિત
નિયમોનું સંપૂર્ણ પાલન કરવા અપીલ કરવામાં આવે છે. નિયમોનો ભંગ કરનાર બોટ/બોટ માલિકો
સામે પ્રવર્તમાન કાયદા અને નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya