રાણાવાવમાં સગીરાને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી હેરાનગતિનો આક્ષેપ, ફરિયાદ નોંધાઈ
પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : રાણાવાવ તાલુકાના મોકર ગામે સગીર વયની યુવતીને ઇન્સ્ટાગ્રામ પર વારંવાર મેસેજ કરી ઇલેક્ટ્રોનિક માધ્યમથી પીછો કરવા તેમજ ફોટા અને મેસેજ વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આક્ષેપમાં રાણાવાવ પોલીસે ભોદ ગામના સ
રાણાવાવમાં સગીરાને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી હેરાનગતિનો આક્ષેપ, ફરિયાદ નોંધાઈ


પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : રાણાવાવ તાલુકાના મોકર ગામે સગીર વયની યુવતીને ઇન્સ્ટાગ્રામ પર વારંવાર મેસેજ કરી ઇલેક્ટ્રોનિક માધ્યમથી પીછો કરવા તેમજ ફોટા અને મેસેજ વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આક્ષેપમાં રાણાવાવ પોલીસે ભોદ ગામના સાહિલ ઉર્ફે ભાવેશ ગીરધરભાઈ કુછડીયા સામે ગુનો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, આરોપીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સગીરને વારંવાર મેસેજ કર્યા હતા. ત્યારબાદ સગીરના રહેણાક મકાન નજીક જઈ ધમકી આપી જાતીય સતામણી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ફોટા અને મેસેજ વાયરલ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

આ મામલે રાણાવાવ પોલીસે પોક્સો સહિત હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande