કુતિયાણા ITIમાં નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.)નશામુક્ત ભારત અભિયાન-ગુજરાત રાજ્ય અંતર્ગત કુતિયાણા ITI ખાતે નશાબંધીના પ્રચાર-પ્રસાર માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વકૃત્વ, ચિત્ર અને નિબંધ સ્પર્ધા તેમજ વ્યસનમુક્તિ શપથ નું આયોજન કરવામાં
કુતિયાણા  ITIમાં  નશામુક્તિ અંગે જાગૃતિ  કાર્યક્રમ  યોજાયો.


કુતિયાણા  ITIમાં  નશામુક્તિ અંગે જાગૃતિ  કાર્યક્રમ  યોજાયો.


કુતિયાણા  ITIમાં  નશામુક્તિ અંગે જાગૃતિ  કાર્યક્રમ  યોજાયો.


પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.)નશામુક્ત

ભારત અભિયાન-ગુજરાત રાજ્ય અંતર્ગત કુતિયાણા ITI ખાતે નશાબંધીના પ્રચાર-પ્રસાર માટે જાગૃતિ

કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વકૃત્વ, ચિત્ર અને નિબંધ સ્પર્ધા તેમજ વ્યસનમુક્તિ શપથ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની

શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. ITIના પ્રિન્સિપાલ હસમુખ વાળાએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું

હતું. એસ.એન.એમ. જાડેજા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ નવઘણ ઓડેદરાએ તમાકુ અને

અન્ય નશીલા પદાર્થોના સેવનમાં ખર્ચાતી રકમનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય, પરિવારની જરૂરિયાતો અને ભવિષ્ય માટે કરી શકાય તે અંગે વિદ્યાર્થીઓને સમજ આપી હતી. એન્ટી-નારકોટિક્સ વિંગના જમાદાર ખાને ડ્રગ્સના વિવિધ સ્વરૂપો, શરીર અને મગજ પર થતી અસરો, ગેરકાયદેસર ઉપયોગ અંગેની સામાન્ય કાયદાકીય માહિતી

તથા નશાથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન

આપ્યું હતું. નશાબંધી અને આબકારી કચેરીના

ઇન્ચાર્જ અધિક્ષક પી.આર. ગોહીલે વિદ્યાર્થીઓ ખાસ

કરીને વિદ્યાર્થીનીઓ પોતાના પરિવારથી

નશામુક્તિની શરૂઆત કરી આસપાસના લોકોને પણ જાગૃત કરી શકે તે અંગે માહિતી આપી હતી. અંતે

સ્વસ્થજીવનશૈલી અપનાવી નશામુક્ત પરિવાર અને સમાજના નિર્માણમાં સહયોગ આપવાની શપથ લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમમાં

નશાબંધી અને આબકારી કચેરી, એન્ટી-નારકોટિક્સ વિંગ, એસ.એન.એમ. જાડેજા કોલેજના પ્રતિનિધિઓ તથા કુતિયાણા ITIનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande