એસઆઈઆર ને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા, ખડગેએ જવાબ માંગ્યો
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર (હિ.સ.). મતદાર યાદીના વિશેષ સઘન પુનરાવર્તન (એસઆઈઆર) ને લઈને, ચૂંટણી પંચની અંદર બે ચૂંટણી કમિશનરો દ્વારા કથિત રીતે વારંવાર વાંધો નોંધાવવામાં આવ્યો હોવાના અહેવાલ બાદ, કોંગ્રેસે ચૂંટણી પંચની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠાવ્યા છે. ક
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે


નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર (હિ.સ.). મતદાર યાદીના વિશેષ સઘન પુનરાવર્તન (એસઆઈઆર) ને લઈને, ચૂંટણી પંચની અંદર બે ચૂંટણી કમિશનરો દ્વારા કથિત રીતે વારંવાર વાંધો નોંધાવવામાં આવ્યો હોવાના અહેવાલ બાદ, કોંગ્રેસે ચૂંટણી પંચની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓએ, અલગ-અલગ પ્રતિક્રિયાઓમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ભૂમિકા, મતદાર યાદીમાં નામ ઉમેરવા-કાઢવા અને એસઆઈઆર ની પ્રક્રિયાને લઈને સવાલો ઉઠાવ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે, કોંગ્રેસ અને ઘણા વિપક્ષી પક્ષો છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણીઓની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવતા રહ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે આ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા ત્યારે તેમને ગંભીરતાથી લેવામાં આવ્યા ન હતા. હવે ચૂંટણી પંચની અંદરથી સામે આવેલી જાણકારીમાં બે ચૂંટણી કમિશનરો દ્વારા 14 વખત વાંધો નોંધાવવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. ખડગેએ ફોર્મ-6 માં ફેરફાર, સોફ્ટવેરના ઉપયોગ, મતદાર યાદી અને ચૂંટણી પંચના નિર્ણયોમાં પારદર્શિતાને લઈને સવાલો ઉઠાવ્યા. તેમણે દાવો કર્યો કે, એસઆઈઆર ના પહેલા ત્રણ તબક્કામાં 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ મતદાર યાદીઓમાંથી 13.8 કરોડ નામ બહાર થયા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, મતદાર યાદીમાં કથિત 'વોટ ચોરી' ભારતીય નાગરિકો વિરુદ્ધનો ગુનો અને બંધારણ પર સીધો હુમલો છે. કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચે આમાં ભૂમિકા ભજવી છે. આ મામલે ન્યાય થવો જોઈએ.

કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માંગ કરી. તેમણે કહ્યું કે, જો એક વ્યક્તિ અન્ય બંધારણીય અધિકારીઓને અવગણીને એવા નિર્ણયો લઈ શકે છે, જેનાથી મતદાર યાદી પ્રભાવિત થાય છે, તો આ ગંભીર મામલો છે. તેમણે કહ્યું કે, મતદાનનો અધિકાર દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે અને તેને પ્રભાવિત કરવાની કોઈપણ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા અને નિર્ધારિત કાનૂની પ્રક્રિયાનું પાલન થવું જોઈએ.

કોંગ્રેસ નેતા પવન ખેડાએ એસઆઈઆર થી સંબંધિત નિર્ણયોની કાયદેસરતા પર સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, જો એસઆઈઆર થી સંબંધિત નિર્ણયો ત્રણ સભ્યોના ચૂંટણી પંચના બે ચૂંટણી કમિશનરોની જાણકારી કે મંજૂરી વિના લેવામાં આવ્યા છે, જ્યારે પંચને સર્વસંમતિ કે બહુમતીના આધારે નિર્ણય લેવાના હોય છે, તો આવા નિર્ણયો અને સંપૂર્ણ એસઆઈઆર પ્રક્રિયાની કાયદેસરતા પર સવાલ ઉઠે છે. હવે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર સામે આ સવાલોનો જવાબ આપવાનો પડકાર છે.

ઉલ્લેખનીય છે કે, એક અંગ્રેજી અખબારના 23 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત અહેવાલમાં જણાવાયું હતું કે, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછા 14 વખત ચૂંટણી પંચના નિર્ણયો અને આદેશો પર લેખિત વાંધો નોંધાવ્યો. બંને ચૂંટણી કમિશનરોના વાંધાઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પણ મોકલવામાં આવ્યા હતા. વાંધાઓ નવા મતદારોની નોંધણી, મતદાર યાદીમાંથી નામ કાઢવા અને પુનઃસ્થાપિત કરવા, એસઆઈઆર થી સંબંધિત મામલાઓમાં અપીલ દાખલ કરવા તથા મતદાર યાદીના ડેટાબેઝની સુરક્ષા અને તેના સંચાલનથી સંબંધિત મુદ્દાઓ પર હતા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande