પાટણમાં કેબલ ચોરી ગેંગનો પર્દાફાશ, 10 ઝડપાયા
પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણ LCB પોલીસે વાડી વિસ્તારોમાંથી કેબલ વાયર અને ઇલેક્ટ્રિક મોટર ચોરી કરતી આંતરજિલ્લા ગેંગનો પર્દાફાશ કરી 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણ CNG રિક્ષામાંથી ચોરીનો સામાન મળી કુલ ₹5,23,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પાટણમાં કેબલ ચોરી ગેંગનો પર્દાફાશ, 10 ઝડપાયા


પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણ LCB પોલીસે વાડી વિસ્તારોમાંથી કેબલ વાયર અને ઇલેક્ટ્રિક મોટર ચોરી કરતી આંતરજિલ્લા ગેંગનો પર્દાફાશ કરી 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણ CNG રિક્ષામાંથી ચોરીનો સામાન મળી કુલ ₹5,23,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર્યવાહીથી 11 ગુના ઉકેલાયા છે, જ્યારે આરોપીઓએ અન્ય 16 ચોરીની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.

પાટણ-ચાણસ્મા હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે GJ.24.W.9809, GJ.24.W.9053 અને GJ.24.Y.0806 નંબરની ત્રણ રિક્ષાઓ રોકી તપાસ કરી હતી. જેમાં કેબલ વાયર, ઇલેક્ટ્રિક મોટર અને ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો સાથે 10 લોકો ઝડપાયા હતા. પૂછપરછમાં રાત્રિના સમયે બોર, સોલાર પ્લાન્ટ અને જીનિંગ મિલો સહિતના વિસ્તારોમાં રેકી કરી કટરથી કેબલ કાપીને ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે 172 મીટર (51.5 કિલો) કેબલ વાયર ₹1,87,800, ત્રણ CNG રિક્ષા ₹3 લાખ, ચાર ઇલેક્ટ્રિક મોટર ₹5,000, બે કટર, એક લોખંડની કોંશ અને છ મોબાઈલ ₹30,500 સહિત કુલ ₹5,23,700નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પકડાયેલા આરોપીઓમાં 1. મહેશજી જયંતીજી ઠાકોર, 2. રવિજી બળવંતજી ઠાકોર, 3. મુકેશ મંગાભાઈ દેવીપુજક, 4. મહેન્દ્રભાઈ બચુભાઈ પટણી, 5. લાલાજી પોપટજી ઠાકોર, 6. નરસિંહભાઈ મગનભાઈ રાવળ, 7. કિશનજી નારણજી ઠાકોર, 8. સંજયભાઈ રમેશભાઈ દેવીપુજક (તમામ રહે. સેઢાલ, તા. ચાણસ્મા), 9. વિષ્ણુ નગીનભાઈ દંતાણી (રહે. સાણંદ) અને 10. ગોપાળ ઉર્ફે અલ્પેશ ધર્મેશભાઈ (રહે. મહેસાણા)નો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande