પોરબંદરના સુભાષનગરના મુખ્ય માર્ગ પર ડામર રીસર્ફેસીંગની કામગીરીનો પ્રારંભ.
પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ સુભાષનગરના મુખ્ય માર્ગ પર ડામર રીસર્ફેસીંગની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અંદાજે 800 મીટર જેટલા આ મુખ્ય માર્ગ પર વાહનચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓને અવરજવર
પોરબંદરના  સુભાષનગરના  મુખ્ય  માર્ગ  પર  ડામર  રીસર્ફેસીંગની   કામગીરીનો  પ્રારંભ.

પોરબંદરના  સુભાષનગરના  મુખ્ય  માર્ગ  પર  ડામર  રીસર્ફેસીંગની   કામગીરીનો  પ્રારંભ.

પોરબંદરના  સુભાષનગરના  મુખ્ય  માર્ગ  પર  ડામર  રીસર્ફેસીંગની   કામગીરીનો  પ્રારંભ.

પોરબંદરના  સુભાષનગરના  મુખ્ય  માર્ગ  પર  ડામર  રીસર્ફેસીંગની   કામગીરીનો  પ્રારંભ.

પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ સુભાષનગરના

મુખ્ય માર્ગ પર ડામર રીસર્ફેસીંગની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અંદાજે 800 મીટર જેટલા આ મુખ્ય માર્ગ પર વાહનચાલકો

તેમજ સ્થાનિક રહેવાસીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે ધ્યાનમાં લઈ

માર્ગને સુગમ અને વાહનવ્યવહાર માટે વધુ અનુકૂળ બનાવવા મહાનગરપાલિકા દ્વારા

રીસર્ફેસીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળની સૂચના તથા સુભાષનગર વિસ્તારના

સ્થાનિક કોર્પોરેટર રાજેશભાઈ લોઢારી અને

ગંગાબેન કાણકિયાની રજૂઆતને ધ્યાને લઈ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગની હાલની

સ્થિતિને કારણે ખાસ કરીને વાહનચાલકો, સ્થાનિક

રહેવાસીઓ તેમજ દૈનિક અવરજવર કરતા વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર થાય તે હેતુથી

માર્ગનું જરૂરી રીસર્ફેસીંગ કરવામાં આવી રહ્યું છે. રીસર્ફેસીંગ કામગીરી અંતર્ગત

ડામર પાથરીને રસ્તાને સમતલ અને સુવ્યવસ્થિત બનાવવામાં આવી રહ્યો છે, જેથી

વાહનચાલકોને વધુ સરળ તથા સલામત અવરજવરનો લાભ મળશે. સાથે જ સ્થાનિક રહેવાસીઓની

લાંબા સમયથી રહેલી માર્ગ સુધારાની જરૂરિયાતનું નિરાકરણ આવશે. કામગીરી પૂર્ણ થયા

બાદ સુભાષનગરના મુખ્ય માર્ગ પર વાહનવ્યવહાર વધુ સરળ બનવાની સાથે સ્થાનિક નાગરિકોને

પણ રાહત મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande