વેરાવળ ખારવા સમાજ દ્વારા રામદેવપીર મહારાજની ધ્વજા શોભાયાત્રા નીકળી
સોમનાથ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) ખારવા સમાજના ઈષ્ટદેવ અને રણુંજાના રાજા એવા વેરાવળ ખારવા સમાજના રામદેવપીર મહારાજની જન્મજયંતી એ દર વર્ષેની પરંપરાગત ધ્વજા શોભાયાત્રા વેરાવળમાં નીકળેલ હતી.જેમાં સાગરપૂત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના અધ્યક્ષ લખમ ભેસલા,પટેલ દ
વેરાવળ ખારવા સમાજ દ્વારા રામદેવપીર મહારાજની ધ્વજા શોભાયાત્રા નીકળી


સોમનાથ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) ખારવા સમાજના ઈષ્ટદેવ અને રણુંજાના રાજા એવા વેરાવળ ખારવા સમાજના રામદેવપીર મહારાજની જન્મજયંતી એ દર વર્ષેની પરંપરાગત ધ્વજા શોભાયાત્રા વેરાવળમાં નીકળેલ હતી.જેમાં સાગરપૂત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના અધ્યક્ષ લખમ ભેસલા,પટેલ દામજી ફોફંડી, નગર પાલિકા પ્રમુખ નરેશ ગોહેલ,પુર્વ નગર પાલિકા પ્રમુખ જગદીશ ફોફંડી, કિશન ફોફંડી, કિરીટભાઈ, ગોવિંદભાઈ, બોટ એશો.પ્રમુખ તુલસી ગોહેલ સહિતના નેજા હેઠળ ઘનશ્યામ પ્લોટ

કામનાથ મંદિરેથી 50 થી વધારે ફ્લોટ્સ સાથે ધ્વજારોહણ શોભાયાત્રા નીકળી હતી.જેમાં સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ, આગેવાનો, પંચસભ્યો સહિત મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. અબીલ ગુલાલની છોળો વચ્ચે શોભાયાત્રા

ડી.જે. તાલસાથે નાચતા ગાતા ઉષા પૂર્વક ઘનશ્યામ પ્લોટથી, કૃષ્ણનગર, લાઈબ્રેરી, સટ્ટાબજાર, ટાવરચોક થઈ ઝાલેશ્વર મંદિરે વાજતે ગાજતે પહોંચી હતી. જ્યાં બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવી હતી..વેરાવળ નગરી રામદેવજી મયી બની હતી. આ તકે વિવિઘ સમાજના પટેલો,

સાસ્થાઓ, રાજકીય બિનરાજકીય સંગઠનો,લોહાણા સમાજ સિંધી સમાજ,ભોઈ સમાજ, મુસ્લિમ સમાજ, અનુ.જાતિ. સમાજ, સંસ્થાઓ, નગરપાલિકાના કાઉન્સિલરો સહિત વિવિધ સમાજો દ્વારા ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સોમનાથ વેરાવળ સીટી પીઆઈ જે.એન.ગઢવી તેમજ સીટી પો.સ્ટાફ, એલ.સી.બી., એસ.ઓ.જી., સી ટીમ, ટ્રાફિક પો.સ્ટાફ દ્વારા શહેરમાં ધ્વજના માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી શોભાયાત્રા શાંતિપૂર્ણ થયેલ હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande