
જૂનાગઢ 23 સપ્ટેમ્બર (હિ.સ.) જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના સંયુક્ત ઉપક્રમે તા.૨૫/૦૯/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી સહજાનંદ સ્વામી ગુરુકુલ, શ્રી દેવપ્રસાદજી સ્કુલ એન્ડ કોલેજ કેમ્પસ, વંથલી, જૂનાગઢ ખાતે “યુવા અને રોજગાર ના અભિગમ સાથે રોજગારી આપવાના સફળ પ્રયાસના ભાગરૂપે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ક્લસ્ટર કક્ષાના મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં વિવિધ સેક્ટરની ૩૫ થી વધુ સ્થાનિક અને અન્ય કંપનીઓ હાજર રહી પોતાના એકમમાં ખાલી પડેલ ૧૨૦૦ જેટલી ખાલી જગ્યાઓની ભરતી કરશે.
તેમાં આ ઉપરાંત સર્વિસ સેક્ટર, મેન્યૂફેક્ચરિંગ સેક્ટર, કેન્ટીન સેક્ટર, બેન્કિંગ તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સેક્ટર માટે એસ.એસ.સી. આઇ.ટી.આઇ. ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ૧૮ વર્ષ થી ૪૦ વર્ષ વયજૂથના સમાવિષ્ટ સુધીના રોજગાર ઇચ્છુક ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.
તો વધુમાં વધુ યોગ્ય ઉમેદવારો આ ભરતીમેળામાં ભાગ લઇ શકે તે હેતુથી ઈનચાર્જ જિલ્લા રોજગાર અધિકારી (સા.), ગીર સોમનાથની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ