જૂનાગઢ જિલ્લામાં ૧૧ સ્થળોએ 'નમો સેવા-અનકહી કહાનીઓ' શેરી નાટક યોજાયા
જુનાગઢ 23 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને સુશાસન ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરને ગુજરાત સરકાર સેવા સંકલ્પ અભિયાન દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સુશાસનની પ્રેરણાદાયી ગાથા લોકો સુધી તેમાં પહોંચે તે માટે ''નમો સેવા -
જૂનાગઢ જિલ્લામાં ૧૧ સ્થળોએ 'નમો સેવા-અનકહી કહાનીઓ' શેરી નાટક


જુનાગઢ 23 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને સુશાસન ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરને ગુજરાત સરકાર સેવા સંકલ્પ અભિયાન દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સુશાસનની પ્રેરણાદાયી ગાથા લોકો સુધી તેમાં પહોંચે તે માટે 'નમો સેવા -અનકહી કહાનિઓ' શેરી નાટકના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

જૂનાગઢ જિલ્લામાં તા.૨૨ સપ્ટેમ્બરના રોજ અજાબ, મેસવાણ, કેશોદ , માણેકવાડા ખાતે તથા માંગરોળ તાલુકામાં ઓશા, વિરોલ, ચાંદવાણ તથા વંથલી તાલુકામાં વાડલા અને કણજા ખાતે જ્યારે વંથલી નગરપાલિકામાં બાબા સાહેબ આંબેડકર ચોક અને ઝંડા ચોક ખાતે શેરી નાટકોમાં બહોળી સંખ્યામાં લોકો જોવા ઉમટ્યા હતા.

આ શેરી નાટકના માધ્યમથી જન કલ્યાણની વિવિધ યોજનાઓ, આપત્તિઓનો અડગ રીતે સામનો, અંતર માળખાકીય સુવિધાઓ અને પ્રવાસનનો વિકાસ વગેરે રજુ કરવામાં આવ્યો છે. આ સાથે જનસેવા અને રાષ્ટ્રભાવનાને પણ ઉજાગર કરવામાં આવી છે. આ શેરી નાટકો જૂનાગઢ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરીના સંકલનથી યોજાયા હતાં.

કેશોદ તાલુકા અને માંગરોળ તાલુકાના શેરી નાટકોમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે અન્ય શેરી નાટકોમાં તાલુકા અને નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande