જૂનાગઢ ગ્રામ્ય અને જિલ્લા કક્ષાની પ્રાચીન-અર્વાચીન ગરબા તથા રાસ સ્પર્ધાનું આયોજન: તા.૩૦ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે
જુનાગઢ 23 સપ્ટેમ્બર (હિ.સ.) રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ સંચાલિત જૂનાગઢ
જૂનાગઢ ગ્રામ્ય અને જિલ્લા કક્ષાની પ્રાચીન-અર્વાચીન ગરબા તથા રાસ સ્પર્ધાનું આયોજન: તા.૩૦ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે


જુનાગઢ 23 સપ્ટેમ્બર (હિ.સ.) રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ સંચાલિત જૂનાગઢ ગ્રામ્ય અને જૂનાગઢ શહેર જિલ્લાકક્ષા પ્રાચીન-અર્વાચીન ગરબા તથા રાસ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ૧૪ થી ૪૦ વર્ષ સુધીના ભાઈઓ/બહેનો ભાગ લઈ શકશે. રાસ તથા પ્રાચીન-અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મીનીટ નો રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તીઓની સંખ્યા ૧૨ થી ૧૬ રાખી શકાશે અને સાથે સંગીતકાર ૪ રાખી શકાશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નિયત પ્રવેશપત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નંબર ૧/૧, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ-૩૬૨૦૦૧, ફોન નં.૦૨૮૫ ૨૬૩૦૪૯૦ ખાતેથી ફોર્મ તથા વિગતવાર નિયમો રૂબરૂ મેળવી તા. ૩૦/૦૯/૨૦૨૬ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાનજિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ ખાતે પહોંચાડવાના રહેશે. અધુરી વિગત વાળા પ્રવેશપત્ર સ્વીકાર્ય રહેશે નહી, નિયત સમય મર્યાદામાં પ્રવેશપત્ર મોકલનારને સ્પર્ધાના તારીખ અને સ્થળની જાણ કરવામાં આવશે. એમ જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande