માળિયાહાટીના તાલુકામાં ‘સેવા સંકલ્પ’ અંતર્ગત તમામ PHC અને આરોગ્ય કેન્દ્રોમાં વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરાયું
જુનાગઢ 23 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ’ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આરોગ્ય તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર
માળિયાહાટીના  તાલુકામાં ‘સેવા


જુનાગઢ 23 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ’ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આરોગ્ય તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર (AAM) ખાતે મેડિકલ ઓફિસર્સ, આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનોએ સક્રિય રીતે જોડાઈને શ્રમદાન કર્યું હતું.

આ અભિયાન અંતર્ગત આરોગ્ય કેન્દ્રોના ઇન્ડોર-આઉટડોર પરિસર, વોર્ડ, ઓપીડી વિભાગ અને આસપાસના વિસ્તારોમાંથી કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. દર્દીઓ અને ગ્રામજનોને સ્વચ્છ તેમજ રોગમુક્ત વાતાવરણ મળી રહે તે માટે સમગ્ર કેમ્પસને સેનિટાઈઝ કરી સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ પરિસર સ્વચ્છ રહેવાથી ચેપી રોગોનું જોખમ ઘટે છે. આરોગ્ય સ્ટાફ ઉપરાંત ઉપસ્થિત નાગરિકોને પણ પોતાના ઘર અને મહોલ્લામાં સ્વચ્છતા જાળવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande