ભુજમાં LCBની કાર્યવાહી: શિવશક્તિ સોસાયટીમાંથી 25 હજારથી વધુનો દારૂ ઝડપાયો, એક શખ્સ ઝડપાયો
કચ્છ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) ભુજ શહેરમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂના વેચાણ સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી. ભુજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફોરેસ્ટ કોલોની પાછળ આવેલી શિવશક્તિ સોસાયટીમાં દરોડો પાડી
દારૂ કેસનો આરોપી


કચ્છ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) ભુજ શહેરમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂના વેચાણ સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી. ભુજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફોરેસ્ટ કોલોની પાછળ આવેલી શિવશક્તિ સોસાયટીમાં દરોડો પાડી LCBની ટીમે દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. સમગ્ર કાર્યવાહી બાદ દારૂનો મુદ્દામાલ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ LCBની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સ્ટાફના એક કર્મચારીને બાતમી મળી હતી કે, ફોરેસ્ટ કોલોની પાછળ શિવશક્તિ સોસાયટીમાં રહેતો બ્રીજેશ અશોક ભટ્ટ પોતાની કબજાની ઓરડી પાછળની જગ્યામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી તેનું કથિત રીતે ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન બ્રીજેશ ભટ્ટ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 22 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ.12,430 હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઉપરાંત 95 ક્વાર્ટરિયા પણ મળી આવ્યા હતા, જેની કિંમત રૂ.13,395 આંકવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ.25,825ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

આ કાર્યવાહીમાં ભુજના ફોરેસ્ટ કોલોની પાછળ શિવશક્તિ સોસાયટીમાં રહેતા 28 વર્ષીય બ્રીજેશ અશોકભાઈ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસના જણાવ્યા અનુસાર આ પ્રકરણમાં શક્તિસિંહ રવિન્દ્રસિંહ ઝાલા, રહે. અરીહંતનગર, ભુજની સંડોવણી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી બાકી હોવાનું જણાવાયું છે.

આ મામલે ભુજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ 65(એ)(ઇ) અને 81 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે કબજે કરેલો સમગ્ર મુદ્દામાલ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો છે અને પ્રકરણમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહી LCB PI એ.એમ. મકવાણા, PSI જે.બી. જાદવ, PSI એમ.એચ. શીણોલ સહિત પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ સામે પેટ્રોલિંગ તથા બાતમીના આધારે કાર્યવાહીનો દોર ચાલુ રાખવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande