યક્ષદાદાના મેળામાં ફૂડ વિભાગની અચાનક તપાસ: 49 સ્ટોલમાંથી બગડેલા બટાકા, સિન્થેટિક કલર અને ન્યૂઝપેપરનો જથ્થો નાશ કરાયો
કચ્છ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) ભુજ તાલુકાના માધાપર ગામ ખાતે યોજાયેલા યક્ષદાદાના લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલ પર ખાદ્ય સુરક્ષાને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સઘન તપાસ હાથ ધરી હતી. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જનઆરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાથ
ફૂડ વિભાગની ચકાસણી


ફૂડ વિભાગની ચકાસણી


ફૂડ વિભાગની ચકાસણી


કચ્છ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) ભુજ તાલુકાના માધાપર ગામ ખાતે યોજાયેલા યક્ષદાદાના લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલ પર ખાદ્ય સુરક્ષાને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સઘન તપાસ હાથ ધરી હતી. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જનઆરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન વિવિધ ખાદ્યપદાર્થો વેચતા લારી-ગલ્લા અને સ્ટોલ્સની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બગડેલી ખાદ્ય સામગ્રી, કૃત્રિમ રંગ અને ખોરાકના સંપર્કમાં આવતા ન્યૂઝપેપર સહિતની સામગ્રી મળી આવતા તેનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી ખાણીપીણીના સ્ટોલ્સ પર સ્વચ્છતા અને ખાદ્ય ગુણવત્તાની ચકાસણી માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, કચ્છની ટીમ દ્વારા અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી ઓફિસર એમ. એમ. પટેલની ટીમે પાણીપૂરી, ચાટ, દાબેલી, ચાઇનીઝ ફૂડ, ફાસ્ટફૂડ તેમજ ઠંડા પીણાં સહિતના વેચાણ સ્થળોની ઝીણવટભરી તપાસ કરી હતી. કુલ 49 જેટલી પેઢીઓ, લારીઓ અને સ્ટોલ્સમાં ખાદ્યપદાર્થો બનાવવાની પ્રક્રિયા, વપરાતી સામગ્રી, પાણીની ગુણવત્તા અને આસપાસની સ્વચ્છતાની સ્થિતિની ચકાસણી કરાઈ હતી.

તપાસ દરમિયાન માનવ વપરાશ માટે અયોગ્ય જણાયેલા અંદાજે 17 કિલોગ્રામ બગડેલા બટાકા મળી આવ્યા હતા. આ ઉપરાંત ખાદ્યપદાર્થોમાં ઉપયોગમાં લેવાતો આશરે બે લીટર સિન્થેટિક ફૂડ કલર તથા ખાદ્ય સામગ્રીને પેક કરવા કે પીરસવા માટે વપરાતો ન્યૂઝપેપરનો જથ્થો પણ મળી આવ્યો હતો. તંત્ર દ્વારા આ સામગ્રી કબજે કરીને સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો.

અધિકારીઓએ ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતા અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. ખોરાક તૈયાર કરતી વખતે કેપ, ગ્લોવ્ઝ અને એપ્રોનનો ઉપયોગ કરવા તેમજ ખાદ્ય સામગ્રીને ધૂળ અને માખીઓથી બચાવવા ઢાંકીને રાખવા સૂચના અપાઈ હતી. વાસી કે બગડેલી સામગ્રી, અયોગ્ય પાણી અને જરૂરિયાત કરતાં વધુ કૃત્રિમ રંગનો ઉપયોગ ન કરવા પણ કડક ચેતવણી આપવામાં આવી હતી.

ખોરાક પીરસવા માટે ન્યૂઝપેપરનો ઉપયોગ ટાળીને ફૂડ-ગ્રેડ ટિશ્યૂ અથવા બટર પેપરનો ઉપયોગ કરવા પણ વેપારીઓને સમજાવવામાં આવ્યું હતું. મેળા જેવા જાહેર કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ખાણીપીણી કરતા હોવાથી ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું પાલન થાય તે માટે તંત્ર દ્વારા આવી તપાસને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande