પોરબંદરના કડિયા પ્લોટ રેલવે ફાટકની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે અંડર બ્રિજના આયોજન અંગે મેયરનું સ્થળ નિરીક્ષણ
પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરના કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલ રેલવે ફાટકને કારણે સ્થાનિક નાગરિકોને અવરજવર દરમિયાન પડતી ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે સૂચિત રેલવે અંડર બ્રિજના નિર્માણ અંગેની પ્લાનિંગ પ્રક્રિયા અંતર
પોરબંદરના  કડિયા પ્લોટ રેલવે ફાટકની  ટ્રાફિક  સમસ્યાના  ઉકેલ  માટે  અંડર બ્રિજના આયોજન  અંગે મેયરનું સ્થળ    નિરીક્ષણ.


પોરબંદરના  કડિયા પ્લોટ રેલવે ફાટકની  ટ્રાફિક  સમસ્યાના  ઉકેલ  માટે  અંડર બ્રિજના આયોજન  અંગે મેયરનું સ્થળ    નિરીક્ષણ.


પોરબંદરના  કડિયા પ્લોટ રેલવે ફાટકની  ટ્રાફિક  સમસ્યાના  ઉકેલ  માટે  અંડર બ્રિજના આયોજન  અંગે મેયરનું સ્થળ    નિરીક્ષણ.


પોરબંદરના  કડિયા પ્લોટ રેલવે ફાટકની  ટ્રાફિક  સમસ્યાના  ઉકેલ  માટે  અંડર બ્રિજના આયોજન  અંગે મેયરનું સ્થળ    નિરીક્ષણ.


પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરના કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલ રેલવે

ફાટકને કારણે સ્થાનિક નાગરિકોને અવરજવર દરમિયાન પડતી ટ્રાફિકની સમસ્યાના કાયમી

ઉકેલ માટે સૂચિત રેલવે અંડર બ્રિજના નિર્માણ અંગેની પ્લાનિંગ પ્રક્રિયા અંતર્ગત

પોરબંદર મહાનગરપાલિકાના મેયરસાગરભાઈ

મોદીએ સ્થળ મુલાકાત લીધી હતી. મેયર એ સ્થળનું નિરીક્ષણ કરી રેલવે ફાટકની આસપાસની

વર્તમાન પરિસ્થિતિ, વાહન વ્યવહાર, નાગરિકોની

અવરજવર તેમજ અંડર બ્રિજના નિર્માણ માટે જરૂરી આયોજન અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર

માહિતી મેળવી હતી.

કડિયા પ્લોટનું રેલવે ફાટક શહેરના આ વિસ્તારમાં રહેતા નાગરિકો

તેમજ વાહનચાલકો માટે અવરજવરનું મહત્વનું સ્થળ છે. રેલવે ફાટક બંધ થવાના સમયે

વાહનોની અવરજવરમાં વિક્ષેપ સર્જાતો હોવાથી ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. આ

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંડર બ્રિજના આયોજનને આગળ ધપાવવા સ્થળ પર જરૂરી

ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સ્થળની ભૌગોલિક સ્થિતિ, ઉપલબ્ધ જગ્યા, વાહન વ્યવહાર

અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને અંડર બ્રિજની ડિઝાઇન તથા નિર્માણ માટેની

જરૂરી પ્રક્રિયા અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. મેયર સાગર મોદીએ જણાવ્યું હતું કે કડિયા પ્લોટ

રેલવે ફાટકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અંડર બ્રિજનું આયોજન કરવામાં આવી રહ્યું

છે. સ્થળની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી આયોજન પૂર્ણ કરી ટૂંક

સમયમાં ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે. અંડર

બ્રિજનું નિર્માણ પૂર્ણ થયા બાદ આ વિસ્તારના નાગરિકોને રેલવે ફાટકને કારણે થતી

અવરજવર અને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે તેમજ સરળ, સુરક્ષિત અને

સુગમ આવન-જાવનની સુવિધા ઉપલબ્ધ બનશે.

સ્થળ મુલાકાત દરમિયાન મહાનગરપાલિકાના

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ

ઓડેદરા, કોર્પોરેટર દિનેશભાઈ ઓડેદરા, કોર્પોરેટર

પ્રશાંતભાઈ સિસોદિયા, કોર્પોરેટર રેખાબેન સિંગરખીયા, સિટી

એન્જિનિયર જયદીપસિંહ રાણા સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો

ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ અંડર બ્રિજના આયોજનને લઈને સ્થળ પર જરૂરી વિગતો રજૂ

કરી હતી અને આગળની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande