
મહેસાણા, 23 સપ્ટેમ્બર (હિ.સ.) જિલ્લાના યુવા કલાકારોને કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં યોજાનારી સ્પર્ધામાં મહેસાણા ગ્રામ્ય અને શહેર વિસ્તારના કલાકારો ભાગ લઈ શકશે. પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા તેમજ રાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.
ગરબા સ્પર્ધામાં 14થી 35 વર્ષ અને રાસ સ્પર્ધામાં 14થી 40 વર્ષના યુવાનો ભાગ લઈ શકશે. દરેક કૃતિમાં ઓછામાં ઓછા 12 અને વધુમાં વધુ 16 મુખ્ય સ્પર્ધકો રહી શકશે. આ ઉપરાંત 4 સહાયકો સાથે એક ટીમમાં કુલ 20 સભ્યો રહી શકશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક કલાકારો અને મંડળોએ નિયત નમૂનાનું ફોર્મ મેળવી સમયમર્યાદામાં જમા કરાવવાનું રહેશે. પ્રવેશ ફોર્મ મેળવવા અને ભરેલા ફોર્મ જમા કરાવવા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં. 1, ત્રીજો માળ, બહુમાળી ભવન, રાજ મહેલ રોડ, મહેસાણાનો સંપર્ક કરવાનો રહેશે.
તમામ એન્ટ્રી 28 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં કચેરી ખાતે જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર 02762-222602 પર કાર્યકાળ દરમિયાન સંપર્ક કરી શકાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR