કડીના ઈરાણા ગામે સેવા સેતુમાં 629 અરજીઓનો સ્થળ પર નિકાલ
મહેસાણા, 23 સપ્ટેમ્બર (હિ.સ.) કડી તાલુકાના ઈરાણા ગામે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લા
કડીના ઈરાણા ગામે સેવા સેતુમાં 629 અરજીઓનો સ્થળ પર નિકાલ


મહેસાણા, 23 સપ્ટેમ્બર (હિ.સ.) કડી તાલુકાના ઈરાણા ગામે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ એક જ સ્થળે આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોની કુલ 629 અરજીઓ પ્રાપ્ત થઈ હતી અને તમામ 629 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આરોગ્ય અને મહેસૂલ વિભાગની સેવાઓમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો. આશરે 80 લાભાર્થીઓને 7/12 અને 8-અના ઉતારા તેમજ 67 નાગરિકોના રેશનકાર્ડમાં e-KYCની કામગીરી કરવામાં આવી હતી.

આ ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત 63 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ હેઠળ 53 નાગરિકોની ડાયાબિટીસ અને બીપીની તપાસ કરવામાં આવી હતી. જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડમાં સુધારા-વધારા અને બેંક ખાતા સાથે મોબાઈલ નંબર જોડવા સહિતની સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી.

કાર્યક્રમમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેતીવાડી વિભાગની કિસાન ક્રેડિટ કાર્ડ અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત સેવાઓનો પણ ગ્રામજનોએ લાભ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande