
અયોધ્યા, નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર (હિ.સ.). ઉત્તર પ્રદેશના અયોધ્યા સ્થિત રામ મંદિરમાં કથિત ચઢાવા ચોરી પ્રકરણની તપાસ પૂરી થયા બાદ બુધવારે પોલીસે આઠ આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી.
પ્રારંભિક માહિતી અનુસાર, પોલીસે બુધવારે લગભગ 74 હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. પોલીસ ચાર બોક્સ અને એક પૂંઠામાં પેક ચાર્જશીટ લઈને અદાલત પહોંચી.
અભિયોજનનો આધાર તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજ, આરોપીઓના નિવેદનો, જપ્તી અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓને બનાવવામાં આવ્યો છે.
આ કેસના તપાસ અધિકારી, અયોધ્યાના ક્ષેત્રાધિકારી આશુતોષ તિવારીએ જણાવ્યું કે, 27 એપ્રિલથી પાંચ જૂન વચ્ચે ચઢાવાની રકમને કથિત રીતે કાઢવા કે છુપાવવા સંબંધિત 105થી વધુ ઘટનાઓ સીસીટીવીમાં સામે આવી છે. આ ફૂટેજને આરોપીઓની ગતિવિધિઓ અને અન્ય પુરાવાઓ સાથે મેળવીને તપાસ કરવામાં આવી છે. પોલીસનો દાવો છે કે ધરપકડ કરાયેલા તમામ આઠ આરોપીઓ વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા મળ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પવન પાંડેય / દિલીપ શુક્લા / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ