સિદ્ધપુર તાલુકાના ઉમરુમાં સેવા સેતુ 2.1 કાર્યક્રમ યોજાયો, 500થી વધુ અરજદારોએ સરકારી સેવાઓ તથા યોજનાઓનો લાભ લીધો.
પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ઉમરુ ગામે 23 સપ્ટેમ્બર 2026ના રોજ સેવા સેતુ 2.1 કાર્યક્રમ યોજાયો હતો. ઉમરુ સહિત આસપાસના સાત ગામોના 500થી વધુ અરજદારોએ ભાગ લીધો હતો અને વિવિધ સરકારી સેવાઓ તથા યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો હ
સિદ્ધપુર તાલુકાના ઉમરુમાં સેવા સેતુ 2.1 કાર્યક્રમ યોજાયો, 500થી વધુ અરજદારોએ સરકારી સેવાઓ તથા યોજનાઓનો લાભ લીધો.


પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ઉમરુ ગામે 23 સપ્ટેમ્બર 2026ના રોજ સેવા સેતુ 2.1 કાર્યક્રમ યોજાયો હતો. ઉમરુ સહિત આસપાસના સાત ગામોના 500થી વધુ અરજદારોએ ભાગ લીધો હતો અને વિવિધ સરકારી સેવાઓ તથા યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો હતો.

પ્રાંત અધિકારી ચેતન પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સિદ્ધપુર મામલતદાર બાગવાન, ઇન્ચાર્જ ટીડીઓ આર.સી. રાજપુત, ફોરેસ્ટર વિષ્ણુ દેસાઈ, કાકોશી પીએસઆઈ વી.એ. લીંબાચિયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આરોગ્ય, ખેતીવાડી, સમાજ કલ્યાણ, આઈસીડીએસ, આઈટીઆઈ, યુજીવીસીએલ, એસટી અને અન્ય વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓએ અરજદારોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના સ્ટાફે પણ અરજીઓના નિકાલમાં સહયોગ આપ્યો હતો.

સેવા સેતુમાં ઉમરુ, કુંવારા, મેત્રાણા, રશુલપુર, કાકોશી, ધનાવાડા અને કાલેડા ગામોના તલાટી કમ મંત્રીઓ હાજર રહ્યા હતા. વન વિભાગ દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું સંકલન ઉમરુના સરપંચ ખેતુજી સુરજજી ઠાકોર અને તાલુકા ભાજપ મહામંત્રી અભુજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત નાગરિકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઈ હતી. દિવસ દરમિયાન 500થી વધુ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande