સિદ્ધપુરના દેથળી ચાર રસ્તા પાસે આવેલા હરસિદ્ધ માતાજીના મંદિરે 43મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરાઈ
પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના દેથળી ચાર રસ્તા પાસે આવેલા હરસિદ્ધ માતાજી (બોબડી માતાજી)ના મંદિરે 43મા વાર્ષિક પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે શક્તિ યુવક મંડળ દ્વારા સંતવાણી અને લોકડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં
સિદ્ધપુરના દેથળી ચાર રસ્તા પાસે આવેલા હરસિદ્ધ માતાજી (બોબડી માતાજી)ના મંદિરે 43મા વાર્ષિક પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી


પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના દેથળી ચાર રસ્તા પાસે આવેલા હરસિદ્ધ માતાજી (બોબડી માતાજી)ના મંદિરે 43મા વાર્ષિક પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે શક્તિ યુવક મંડળ દ્વારા સંતવાણી અને લોકડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

લોકડાયરામાં સાહિત્યકાર રવિન્દ્રસિંહ સોલંકી, લોક ગાયિકા વસંતબેન પટેલ, ભજનીક હિતેષભાઈ પટેલ અને બાળ કલાકાર શ્રદ્ધા બાવળીયાએ માતાજીના ગુણગાન તથા ભજનો રજૂ કર્યા હતા. કલાકારોની રજૂઆત મોડી રાત સુધી ચાલી હતી અને ઉપસ્થિત ભક્તોએ ભક્તિ સંગીતનો આનંદ માણ્યો હતો.

કાર્યક્રમમાં સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ સોલંકી, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ કૌશલ જોશી સહિત મનીષ આચાર્ય, અંકુર મારફતિયા, ભાવેશ રાજગુરુ, મેહુલ શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શક્તિ યુવક મંડળના જેકી જાની, ઇન્દ્ર જાની, શક્તિ જાની તેમજ જાની પરિવાર અને મંડળના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande