પોરબંદર મહાનગરપાલિકા કક્ષાએ ઉત્તર ઝોનનો સેવાસેતુ કાર્યક્રમ 28 સપ્ટેમ્બરે યોજાશે.
પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.)રાજ્યમાં નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ માટે અલગ-અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે, જરૂરી સેવાઓનો લાભ સરળતાથી એક જ સ્થળેથી મળી રહે, અરજીઓનો સ્થળ પર જ ઝડપી નિકાલ થાય તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજ
પોરબંદર મહાનગરપાલિકા કક્ષાએ ઉત્તર ઝોનનો સેવાસેતુ કાર્યક્રમ 28 સપ્ટેમ્બરે યોજાશે.


પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.)રાજ્યમાં નાગરિકોને

વિવિધ સરકારી સેવાઓ માટે અલગ-અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે, જરૂરી સેવાઓનો

લાભ સરળતાથી એક જ સ્થળેથી મળી રહે, અરજીઓનો સ્થળ

પર જ ઝડપી નિકાલ થાય તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ નાગરિકો

સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી

રહ્યું છે. આ અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં મેયર સાગર મોદીની સુચના અને

મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીના માર્ગદર્શન હેઠળ સેવા સેતુ કાર્યક્રમ યોજવાનું

આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદર મહાનગરપાલિકા

કક્ષાએ ઉત્તર ઝોનનો સેવાસેતુ કાર્યક્રમ આગામી તા. 28 સપ્ટેમ્બર, સોમવારે

ખારવાવાડમાં પાલાના ચોક પાસે આવેલ સાગર ભુવન ખાતે યોજાશે. આ સેવાસેતુ કાર્યક્રમનો

વોર્ડ નં. 01, 02, 04, 05, 056, 07, 08 અને જાવર વિસ્તારમાં વસવાટ કરતા હજારો

નાગરિકોને અનેકવિધ સુવિધાઓનો લાભ સ્થળ પર મળશે. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ

વિભાગોની ૫૫ જેટલી સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. જેમાં આધાર નોંધણી

તથા આધાર કાર્ડમાં સુધારા, રેશનકાર્ડમાં

નામ દાખલ-કમી કરવું અને સુધારા, રેશનકાર્ડ

ધારકોની ઈ-કેવાયસી, જાતિ પ્રમાણપત્ર, આવકનો દાખલો, નોન-ક્રીમીલેયર

પ્રમાણપત્ર, જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી

પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, કુંવરબાઈનું

મામેરું સહાય યોજના, ફ્રીશીપ કાર્ડ, નમોશ્રી યોજના, પીએમજેએવાય

માટેની અરજી, મેડિકલ ઓફિસર દ્વારા ઘરેલું નવા વીજ જોડાણ

માટેની અરજી જેવી સેવાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત બેન્કિંગ અને

નાણાકીય સેવાઓ અંતર્ગત નવું બેન્ક ખાતું ખોલાવવું, આધારને બેન્ક

ખાતા સાથે જોડવું, મોબાઈલ નંબરને બેન્ક ખાતા સાથે જોડવું, પ્રધાનમંત્રી

જનધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી

સુરક્ષા વીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, અટલ પેન્શન

યોજના તેમજ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની કેશલેસ લિટરસી અંગે માર્ગદર્શન અને જરૂરી

કામગીરી કરવામાં આવશે. મહેસૂલ વિભાગની સેવાઓમાં સાતબાર/આઠ-અના પ્રમાણપત્રો, રેવન્યુ

રેકર્ડમાં વારસાઈ અરજી, અનુસૂચિત જાતિ

પ્રમાણપત્ર જેવી સેવાઓનો સમાવેશ થાય છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની

વિવિધ સેવાઓ ઉપરાંત રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ

અને દિવ્યાંગોને આર્થિક સહાય, રાષ્ટ્રીય

કુટુંબ સહાય યોજના, દિવ્યાંગો માટે બસ કન્સેશન પાસ, તથા અનુસૂચિત

જાતિના લાભાર્થીઓ માટેની વિવિધ યોજનાઓ માટે અરજીઓ સ્વીકારવામાં આવશે. મહાનગરપાલિકા

સંબંધિત સેવાઓમાં પ્રોપર્ટી ટેક્સ, ગુમાસ્તાધારા, પ્રધાનમંત્રી

આવાસ યોજના (શહેરી), વ્યવસાય વેરો, વોટર અને

ડ્રેનેજ કનેકશન તથા પીએમ સ્વનિધિ યોજના સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ

ઉપરાંત શ્રવણ તીર્થ યોજના રજીસ્ટ્રેશન, આઈસીડીએસ

અંતર્ગત બાળકોના આધાર કાર્ડ, વિધવા સહાય

તથા મુખ્યમંત્રીએપ્રેન્ટિસ

યોજનાની અરજીઓ સ્વીકારવાની કામગીરી કરવામાં આવશે.

સેવા સેતુ કાર્યક્રમ

દરમિયાન ભીમ એપનું નિદર્શન તેમજ એપ્રેન્ટિસ યોજનાનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં

આવશે. યુવાનો, લાભાર્થીઓ તથા નાગરિકોને સરકારની વિવિધ

કલ્યાણકારી યોજનાઓ અને ડિજિટલ સેવાઓ અંગે સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન મળી રહે તે

માટે વ્યવસ્થા કરવામાં આવશે. નાગરિકોને સરળતાથી માર્ગદર્શન મળે, વિભાગવાર

કાઉન્ટરો પર યોગ્ય વ્યવસ્થા રહે, જરૂરી

દસ્તાવેજો અંગે અગાઉથી જાણકારી મળે અને અરજીઓની પ્રક્રિયા ઝડપી બને તે માટે મહાનગરપાલિકા

દ્વારા જરૂરી આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ આયોજનમાં સંલગ્ન

વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સહભાગી બનશે. સેવા સેતુ કાર્યક્રમ થકી પોરબંદર

મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ તથા કલ્યાણકારી યોજનાઓનો લાભ

તેમના નજીકના વિસ્તારમાં જ સરળતાથી, પારદર્શક રીતે

અને ઝડપી પ્રક્રિયા સાથે મળી રહે તે માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા સુચારુ આયોજન

કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande