ખેલ મહાકુંભ-2026ના મહાનગરપાલિકા કક્ષાના આયોજન અંગે કમિશનરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર સંચાલિત ખેલ મહાકુંભ-2026 અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં યોજાનારી
ખેલ  મહાકુંભ-2026ના  મહાનગરપાલિકા કક્ષાના આયોજન અંગે મ્યુનિસિપલ   કમિશનરના  અધ્યક્ષસ્થાને  બેઠક  યોજાઈ.


ખેલ  મહાકુંભ-2026ના  મહાનગરપાલિકા કક્ષાના આયોજન અંગે મ્યુનિસિપલ   કમિશનરના  અધ્યક્ષસ્થાને  બેઠક  યોજાઈ.


ખેલ  મહાકુંભ-2026ના  મહાનગરપાલિકા કક્ષાના આયોજન અંગે મ્યુનિસિપલ   કમિશનરના  અધ્યક્ષસ્થાને  બેઠક  યોજાઈ.


પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને

સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર

સંચાલિત ખેલ મહાકુંભ-2026 અંતર્ગત

પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં યોજાનારી ઝોનકક્ષા તથા મહાનગરપાલિકા કક્ષાની

રમત-ગમત સ્પર્ધાઓના આયોજન અને સંચાલન અંગે પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ

કમિશનર ટીસી તીરથાણીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

પોરબંદર મહાનગરપાલિકાના

કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં ખેલ મહાકુંભ-2026 અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ

રમત-ગમત સ્પર્ધાઓના આયોજન માટે જરૂરી આયોજનાત્મક બાબતો અંગે ચર્ચા કરવામાં આવી

હતી. જેમાં સ્પર્ધાઓના સ્થળ, તારીખ તેમજ

આયોજન માટે જરૂરી સુવિધાઓ અને સંસાધનો અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર

દ્વારા ખેલ મહાકુંભ-2026 અંતર્ગત

પોરબંદર મહાનગરપાલિકાના ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન

તેમજ મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાઓના આયોજન માટે માર્ગદર્શન અને સંકલન કરવામાં

આવી રહ્યું છે. આ અન્વયે વિવિધ શાળા-સંસ્થાઓ, માન્ય રમત

મંડળો તથા વ્યાયામ મંડળ સાથે સંકલન કરીને સ્પર્ધાઓના સુચારુ આયોજન માટે જરૂરી

વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જે શાળા, સંસ્થા અથવા

રમત મંડળ દ્વારા કોઈ ચોક્કસ રમત-સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર હોય ત્યાં ઉપલબ્ધ

મેદાન, હોલ, રમતગમતનાં

સાધનો તથા અન્ય જરૂરી સુવિધાઓની વિગતોને ધ્યાનમાં લઈ આયોજન કરવામાં આવે તે અંગે

ચર્ચા કરવામાં આવી હતી. આયોજન સાથે સંકળાયેલા સંચાલકોને જરૂરી વિગતો અને સુવિધાઓની

માહિતી સાથે સંકલનમાં રહેવા જણાવાયું હતું. ખેલ મહાકુંભ-2026માં વધુમાં વધુ ખેલાડીઓ અને યુવાનો ભાગ લઈ

શકે તથા વિવિધ રમત-ગમતની સ્પર્ધાઓનું આયોજન વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે

મહાનગરપાલિકા અને રમતગમત વિભાગ વચ્ચે સંકલન સાથે આયોજન આગળ ધપાવવામાં આવી રહ્યું

છે.

આ બેઠક દ્વારા પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં યોજાનારી ખેલ મહાકુંભ-2026 ની ઝોનકક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની

સ્પર્ધાઓ માટે સ્થળ, તારીખ અને જરૂરી સુવિધાઓના આયોજનને લઈને

સંબંધિત શાળા-સંસ્થાઓ અને રમતગમત ક્ષેત્ર સાથે સંકલન કરવાની પ્રક્રિયાને વેગ મળ્યો

છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande