એશિયન ગેમ્સ: માનુષ શાહે જીત સાથે શરૂ કર્યું એકલ અભિયાન
આઇચી-નાગોયા (જાપાન), નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર (હિ.સ.). એશિયન ગેમ્સ 2026માં ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. માનુષ શાહે પુરુષ એકલ સ્પર્ધામાં જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી, જ્યારે શ્રીજા અકુલા-સિન્ડ્રેલા દાસ અને દિયા ચિતલે-ય
માનુષ શાહ


આઇચી-નાગોયા (જાપાન), નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર (હિ.સ.). એશિયન ગેમ્સ 2026માં ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. માનુષ શાહે પુરુષ એકલ સ્પર્ધામાં જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી, જ્યારે શ્રીજા અકુલા-સિન્ડ્રેલા દાસ અને દિયા ચિતલે-યશસ્વિની ઘોરપડેની જોડીઓએ મહિલા યુગલમાં પોતપોતાની મેચો જીતી.

માનુષ શાહે, પુરુષ એકલની શરૂઆતની મેચમાં મલેશિયાના વોંગ ક્યૂ શેનને સીધા ચાર ગેમમાં 4-0થી હરાવ્યો. માનુષે આ મેચ 11-9, 14-12, 11-7, 11-4થી પોતાના નામે કરી.

મહિલા યુગલમાં શ્રીજા અકુલા અને સિન્ડ્રેલા દાસની જોડીએ મંગોલિયાની બોલોર-એરદેને બાતમુંખ અને બુરેનજાર્ગલ સાંજાને 3-0થી હરાવીને વિજયી શરૂઆત કરી. ભારતીય જોડીએ 11-5, 11-4, 12-10થી મેચ જીતી.

આ પહેલાં દિયા ચિતલે અને યશસ્વિની ઘોરપડેએ મહિલા યુગલના બીજા રાઉન્ડમાં ઈરાનની સેટાયશ ઇલુખાની અને મશિદ અષ્ટારીને 3-0થી હરાવી હતી. ભારતીય જોડીએ 11-2, 11-2, 11-4થી એકતરફી જીત નોંધાવી.

એથ્લેટિક્સમાં જય કુમાર, કિરણ પહલ, મનુ ટીએસ અને પૂવમ્મા એમઆરની ભારતીય ચોકડીએ મિશ્રિત 4×400 મીટર રિલેની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. ભારતીય ટીમ પોતાની હીટમાં 3 મિનિટ 16.23 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહી. ચીન 3:15.97ના સમય સાથે પહેલા અને સંયુક્ત આરબ અમીરાત 3:17.00 સાથે ત્રીજા સ્થાને રહ્યું.

સ્વિમિંગમાં આર્યન નેહરા પુરુષ 800 મીટર ફ્રીસ્ટાઇલની ફાઇનલ બીમાં 8 મિનિટ 2.52 સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહ્યો. આ મેડલ સ્પર્ધાની ફાઇનલ નહોતી અને તેમાં મુખ્ય ફાઇનલમાંથી બહાર રહેલા તરવૈયાઓએ ભાગ લીધો હતો.

પુરુષ 4×100 મીટર ફ્રીસ્ટાઇલ રિલેમાં બેનેડિક્શન બેનિસ્ટન, અનીશ સુનીલ, આકાશ મણિ અને ગીતેશ શાહની ભારતીય ટીમ 3 મિનિટ 23.51 સેકન્ડના સમય સાથે 13 ટીમોમાં 12મા સ્થાને રહી. પોતાની હીટમાં ભારતીય ટીમ છઠ્ઠા સ્થાને રહી.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande