બાંગ્લાદેશના ભૂતપૂર્વ પોલીસ અધિકારીની રાજદ્રોહના આરોપમાં ધરપકડ
ઢાકા (બાંગ્લાદેશ), નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર (હિ.સ.): બાંગ્લાદેશના ઢાકા કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનના ભૂતપૂર્વ ઓફિસર-ઇન-ચાર્જ (ઓસી) મો. રકીબુલ હસનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી અને ભડકાઉ નિવેદનો ફેલાવવા
ઢાકા કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનના ભૂતપૂર્વ ઓફિસર-ઇન-ચાર્જ (ઓસી) મો. રકીબુલ હસન


ઢાકા (બાંગ્લાદેશ), નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર (હિ.સ.): બાંગ્લાદેશના ઢાકા કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનના ભૂતપૂર્વ ઓફિસર-ઇન-ચાર્જ (ઓસી) મો. રકીબુલ હસનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી અને ભડકાઉ નિવેદનો ફેલાવવા બદલ દાખલ કરાયેલા રાજદ્રોહના કેસમાં ગુરુવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, પોલીસની ડિટેક્ટીવ બ્રાન્ચ (ડીબી) એ આજે સાંજે તેમને ઢાકામાં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કર્યા અને સાત દિવસના રિમાન્ડની માંગણી કરી. ઢાકા મેટ્રોપોલિટન પોલીસ (ડીએમપી) ના એડિશનલ કમિશનર (ડીબી) મો. શફીકુલ ઇસ્લામે જણાવ્યું હતું કે, પોલીસે પહેલા કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં રકીબુલ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો અને પછી તેમની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો.

અહેવાલમાં જણાવાયું છે કે, 16 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ સામે આવી હતી, જ્યારે રકીબુલ કેન્ટોનમેન્ટ ઓસી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. રેકોર્ડિંગમાં, તે શેખ હસીનાના બાંગ્લાદેશ પાછા ફરવાની શક્યતા, પોલીસ દળની તાકાત અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓના રાજકીય જોડાણો પર ટિપ્પણી કરતો સાંભળવામાં આવ્યો હતો. તેણે પોલીસ પોસ્ટિંગમાં લાંચ અને અન્ય અનિયમિતતાઓનો પણ આરોપ લગાવ્યો હતો.

ઓડિયો જાહેર થયાના બીજા જ દિવસે, રકીબુલને વહીવટી કારણોસર કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાંથી દૂર કરવામાં આવ્યો હતો અને ડીએમપી મુખ્યાલયના રાજારબાગ ખાતે સેન્ટ્રલ રિઝર્વ ઓફિસ અને એડમિનિસ્ટ્રેશન ડિવિઝન સાથે જોડવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીઓએ શરૂઆતમાં જણાવ્યું હતું કે, 17 સપ્ટેમ્બરની રાત્રે રકીબુલને મિન્ટો રોડ પર ડીબી ઓફિસમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, બીજા જ દિવસે, ડીબી ચીફ શફીકુલ ઇસ્લામે ઇનકાર કર્યો હતો કે તેને ત્યાં લઈ જવામાં આવ્યો હતો. લગભગ એક અઠવાડિયા સુધી, રકીબુલના ઠેકાણા વિશે કોઈ માહિતી નહોતી. શફીકુલે જણાવ્યું હતું કે, તપાસ સમિતિએ બુધવારે ડીએમપી કમિશનરને પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતો, જેના પગલે ગુરુવારે રાજદ્રોહનો કેસ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઓડિયો ક્લિપમાં રકીબુલ કહેતો સંભળાય છે કે, શેખ હસીના ડિસેમ્બરમાં પાછા ફરવાની અપેક્ષા છે અને જો તેઓ પાછા ફરશે, તો પોલીસ કંઈ કરી શકશે નહીં. તેમણે રસ્તાઓ પર પોલીસને અત્યંત નબળી ગણાવી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ બીએનપીને ટેકો આપે છે. રકીબુલે આરોપ લગાવ્યો કે, સક્ષમ અધિકારીઓને બાજુ પર રાખવામાં આવી રહ્યા છે અને અસમર્થ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande