બોટાદની SHG બહેનો અને મહિલા ખેડૂતોની આણંદ ખાતે એક્સપોઝર વિઝીટ
બોટાદ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : બોટાદ જિલ્લા દ્વારા આયોજિત ત્રણ દિવસીય એક્સપોઝર વિઝીટ કાર્યક્રમનો પ્રથમ દિવસ આણંદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલા ખેડૂતો અને સ્વસહાય જૂથ (SHG)ની બહેનોને કૃષિ તથા પશુપાલન ક્ષેત્રે અપનાવવામાં આવતી નવીન પદ
આણંદ ખાતે મુલાકાત લેતા બોટાદ ના બહેનો


બોટાદ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : બોટાદ જિલ્લા દ્વારા આયોજિત ત્રણ દિવસીય એક્સપોઝર વિઝીટ કાર્યક્રમનો પ્રથમ દિવસ આણંદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલા ખેડૂતો અને સ્વસહાય જૂથ (SHG)ની બહેનોને કૃષિ તથા પશુપાલન ક્ષેત્રે અપનાવવામાં આવતી નવીન પદ્ધતિઓ, આધુનિક ટેકનોલોજી અને આવકવર્ધક પ્રવૃત્તિઓ અંગે પ્રાયોગિક માહિતી પૂરી પાડવાનો હતો.

કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લાની SHG સાથે જોડાયેલી બહેનો તથા મહિલા ખેડૂતોને આણંદ ખાતે આવેલા એગ્રો ઇકોલોજીકલ રિસર્ચ સેન્ટરની મુલાકાત કરાવવામાં આવી હતી. અહીં નિષ્ણાતો દ્વારા ટકાઉ ખેતી, કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ, પાક ઉત્પાદનમાં નવી ટેકનોલોજી તેમજ ખેતીને વધુ લાભદાયક બનાવવા માટેની વિવિધ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કેવી રીતે કરી શકાય, પશુઓની યોગ્ય સંભાળ, પોષણ, પશુઆહાર વ્યવસ્થાપન તથા પશુપાલન સાથે જોડાયેલી આવકવર્ધક પ્રવૃત્તિઓ અંગે પણ મહિલાઓને માહિતી આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન બહેનોએ કૃષિ અને પશુપાલન ક્ષેત્રે નવીન પ્રયોગો અંગે જાણકારી મેળવી હતી.

દિવસ દરમિયાન માર્ગદર્શન અને તાલીમ મેળવ્યા બાદ મહિલાઓએ આણંદ અમૂલ ડેરી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. અહીં ડેરી ક્ષેત્રની કામગીરી, દૂધના સંગ્રહથી લઈને પ્રક્રિયા અને વિવિધ ડેરી ઉત્પાદનોના નિર્માણ સુધીની પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande