એશિયન ગેમ્સ: માનુષ-દિયા સેમિફાઇનલમાં, ટેબલ ટેનિસ મિશ્રિત યુગલમાં મેડલ પાક્કો
આઇચી-નાગોયા (જાપાન), નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર (હિ.સ.). ભારતના માનુષ શાહ અને દિયા ચિતલેએ, એશિયન ગેમ્સ 2026માં ઇતિહાસ રચતા શુક્રવારે ટેબલ ટેનિસ મિશ્રિત યુગલની સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારતીય જોડીએ ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ પણ પાક્કો કરી લીધો
માનુષ શાહ અને દિયા ચિતલે


આઇચી-નાગોયા (જાપાન), નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર (હિ.સ.). ભારતના માનુષ શાહ અને દિયા ચિતલેએ, એશિયન ગેમ્સ 2026માં ઇતિહાસ રચતા શુક્રવારે ટેબલ ટેનિસ મિશ્રિત યુગલની સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારતીય જોડીએ ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ પણ પાક્કો કરી લીધો છે.

વિશ્વ નંબર આઠ માનુષ અને દિયાએ, ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગ, ચીનની વિશ્વ નંબર ચાર જોડી ડુ હોઈ કેમ અને વોંગ ચુન ટિંગને 3-1થી હરાવ્યા. ભારતીય જોડીએ આ મુકાબલો 11-6, 13-15, 11-9, 11-5થી પોતાના નામે કર્યો.

માનુષ અને દિયા, એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસ મિશ્રિત યુગલમાં મેડલ પાક્કો કરનારી ભારતની બીજી જોડી બની ગઈ છે. આ પહેલા 2018 જકાર્તા એશિયન ગેમ્સમાં શરત કમલ અને મનિકા બત્રાએ મિશ્રિત યુગલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

એશિયન ગેમ્સમાં ભારતે ટેબલ ટેનિસમાં અત્યાર સુધી પુરુષ ટીમ (2018), મિશ્રિત યુગલ (2018) અને મહિલા યુગલ (2023)માં બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

હવે સેમિફાઇનલમાં માનુષ અને દિયાનો સામનો ચીનની વિશ્વ નંબર બે જોડી વાંગ ચુકિન અને સુન યિંગશા સાથે થશે. ચીની જોડી આ સ્પર્ધાની બે વખતની વર્તમાન ચેમ્પિયન છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande