
નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર (હિ.સ.). વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો વચ્ચે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શુક્રવારે સ્થાનિક શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું. શરૂઆતી કારોબાર વચ્ચે માનક સૂચકાંક સેન્સેક્સમાં 145 અંક અને નિફ્ટીમાં 20 અંકોનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
શેરબજારમાં ગઈકાલની ભારે ગિરાવટ પછી બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) નો સેન્સેક્સ, આજે 148.41 અંકો એટલે કે 0.20 ટકાના ઉછાળા સાથે 73,728.95 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નો નિફ્ટી, 24.30 અંક એટલે કે 0.11 ટકાના ઉછાળા સાથે 23,087.40 ના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
સેન્સેક્સની 30 કંપનીઓમાં સામેલ લાર્સન એન્ડ ટુબ્રો, એક્સિસ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવર ગ્રીડ, ભારતીય સ્ટેટ બેંક, એચસીએલ ટેક અને બજાજ ફાઇનાન્સમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે, ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ટેક મહિન્દ્રા અને એનટીપીસીના શેરોમાં ગિરાવટ છે.
આ ઉપરાંત વૈશ્વિક તેલ માનક બ્રેન્ટ ક્રૂડ, 0.99 ટકા ઘટીને 105.5 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. જ્યારે, સ્થાનિક શેરબજારમાં સકારાત્મક વલણ વચ્ચે શરૂઆતી કારોબારમાં અમેરિકી ડોલરની સરખામણીમાં ભારતીય ચલણ રૂપિયો 14 પૈસા ચઢીને 95.85 પર પહોંચી ગયો.
ઉલ્લેખનીય છે કે, બીએસઈનો સેન્સેક્સ 1,247.71 અંક એટલે કે 1.67 ટકા ઘટીને 73,580.54 અંક પર બંધ થયો. જ્યારે, એનએસઈનો નિફ્ટી પણ 383.70 અંક એટલે કે 1.64 ટકા તૂટીને 23,063.10 ના સ્તર પર બંધ થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ