

ગાંધીનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત વિદ્યાલય એનએસએસ સેલ ના 200 સ્વયંસેવકો ગુજરાત પોલીસ દ્વારા આયોજિત ટ્રાફિક નિયમોના પાલન, માર્ગ સલામતી અને જવાબદાર નાગરિક તરીકેની ફરજો અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ગુજરાત પોલીસ દ્વારા આયોજિત ટ્રાફિક અવેરનેસ બાઈક રેલીમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયના NSS સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલીમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયના વિવિધ સંલગ્ન કોલેજોના આશરે 200 જેટલા NSS સ્વયંસેવકો જોડાયા હતા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તથા માર્ગ સલામતી અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો.
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ પણ આ જનજાગૃતિ અભિયાનમાં સક્રિય સહભાગિતા નોંધાવી હતી. યુનિવર્સિટી તરફથી પી. કે. વાલેરાના માર્ગદર્શન હેઠળ NSS સ્વયંસેવકોએ રેલીમાં શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો. સમગ્ર સ્વયંસેવક સંકલનની જવાબદારી કડી સર્વ વિશ્વવિદ્યાલયના NSS પ્રોગ્રામ કોઓર્ડિનેટર ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા સંભાળવામાં આવી હતી.રેલીમાં LDRP કેમ્પસના NSS તથા NCC સ્વયંસેવકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે LDRP સ્પોર્ટ્સ વિભાગના અધ્યાપક ભાવિક પંડ્યા દ્વારા જરૂરી સંકલન કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ અને માર્ગ સલામતીના મહત્વ અંગે માર્ગદર્શન આપી રેલીમાં તેમની ઉત્સાહભેર ભાગીદારી સુનિશ્ચિત કરી હતી.
તે ઉપરાંત દ્વારા કોમર્સ કોલેજના સ્વયંસેવકોનું સંકલન કરવામાં આવ્યું હતું અને તેઓ પણ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા બી.કોમ. કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર પાર્થ પરમાર. કડી સર્વ વિશ્વવિદ્યાલયના BCA, MCA, B.Sc., B.Ed., ફાર્મસી તથા નર્સિંગ વિભાગોના NSS સ્વયંસેવકો અને અધ્યાપકોએ પણ મોટી સંખ્યામાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો. રેલી દરમિયાન સ્વયંસેવકોએ હેલ્મેટનો ઉપયોગ, ટ્રાફિક સિગ્નલનું પાલન, સીટ બેલ્ટ તથા વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, ઝડપ પર નિયંત્રણ રાખવું અને પદયાત્રીઓની સલામતીનું ધ્યાન રાખવું જેવા માર્ગ સલામતીના મહત્વપૂર્ણ સંદેશાઓ જનસમુદાય સુધી પહોંચાડ્યા હતા. યુવાનોમાં ટ્રાફિક શિસ્ત અને કાયદાનું પાલન કરવાની ભાવના વિકસે તથા માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સમાજમાં જવાબદારીની ભાવના મજબૂત બને તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. NSSનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં સેવા, શિસ્ત, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રનિર્માણની ભાવના વિકસાવવાનો છે. આ દિશામાં ટ્રાફિક અવેરનેસ જેવી જનજાગૃતિ પ્રવૃત્તિમાં મોટી સંખ્યામાં NSS સ્વયંસેવકોની ભાગીદારી યુવાનોની સામાજિક પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ બની હતી.
કડી સર્વ વિશ્વવિદ્યાલયના NSS સ્વયંસેવકોએ સમગ્ર રેલી દરમિયાન શિસ્તબદ્ધ રીતે જોડાઈને “સલામત માર્ગ સુરક્ષિત જીવન નો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો હતો. આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું સીમિત ન રહેતા સમાજ પ્રત્યેની પોતાની ફરજ અને જવાબદારીને વ્યવહારિક રીતે સમજે છે, જે NSSની સેવાભાવી પ્રવૃત્તિઓનો મહત્વપૂર્ણ હેતુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ