રાણપુર–પાળિયાદ રોડ પર ARTO બોટાદની વાહન ચેકિંગ કામગીરી
બોટાદ, 25 સપ્ટેમ્બર (હિ.સ.)બોટાદ જિલ્લાના રાણપુર–પાળિયાદ રોડ પર ARTO બોટાદ દ્વારા માર્ગ સલામતીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે વાહન ચેકિંગ અને અમલીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. માર્ગ પર પસાર થતાં વિવિધ પ્રકારનાં વાહનોની તપાસ કરી વાહનચાલકોન
આરટીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી


બોટાદ, 25 સપ્ટેમ્બર (હિ.સ.)બોટાદ જિલ્લાના રાણપુર–પાળિયાદ રોડ પર ARTO બોટાદ દ્વારા માર્ગ સલામતીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે વાહન ચેકિંગ અને અમલીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. માર્ગ પર પસાર થતાં વિવિધ પ્રકારનાં વાહનોની તપાસ કરી વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન ખાસ કરીને વાહનોમાં ઓવરલોડિંગ ન થાય તે અંગે વાહનચાલકોને સમજ આપવામાં આવી હતી. ઓવરલોડિંગને કારણે વાહનનું નિયંત્રણ જાળવવામાં મુશ્કેલી પડવાની સાથે અકસ્માતની સંભાવના પણ વધી શકે છે. તેથી વાહનની ક્ષમતા મુજબ જ માલસામાનનું વહન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ARTO વિભાગની ટીમ દ્વારા વાહનચાલકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા, વાહન ચલાવતી વખતે જરૂરી દસ્તાવેજો સાથે રાખવા, ઝડપ મર્યાદાનું ધ્યાન રાખવા તેમજ વાહન ચલાવતી વખતે પૂરતી સાવચેતી રાખવા અંગે સમજાવવામાં આવ્યું હતું. ખાસ કરીને અન્ય વાહનચાલકો તથા રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી હતી.

માર્ગ સલામતી માટે માત્ર નિયમોનો અમલ કરવો જ નહીં, પરંતુ દરેક વાહનચાલકમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ અને જવાબદારીની ભાવના કેળવવી પણ જરૂરી છે. વાહન ચલાવતી વખતે ઉતાવળ કે બેદરકારી ટાળવાથી અકસ્માતો અટકાવવામાં મહત્વની મદદ મળી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande