રવિવારે બેંકો ખુલશે, 28 થી 30 સપ્ટેમ્બર સુધી હડતાળ, બેંકોની ગ્રાહકોને મેસેજ મોકલીને જરૂરી કામ પતાવવાની સલાહ
- બેંકોએ ત્રણ દિવસીય હડતાળ પહેલાં ગ્રાહકોને જરૂરી લેણદેણ પતાવવાની સલાહ આપી. નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.). જાહેર ક્ષેત્રના બેંક કર્મચારીઓની 28 થી 30 સપ્ટેમ્બર સુધી પ્રસ્તાવિત ત્રણ દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળથી મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગ્રાહકોન
પ્રતીકાત્મક


- બેંકોએ ત્રણ દિવસીય હડતાળ પહેલાં ગ્રાહકોને જરૂરી લેણદેણ પતાવવાની સલાહ આપી.

નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.). જાહેર ક્ષેત્રના બેંક કર્મચારીઓની 28 થી 30 સપ્ટેમ્બર સુધી પ્રસ્તાવિત ત્રણ દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળથી મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગ્રાહકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ દરમિયાન, બેંકોએ ગ્રાહકોને હડતાળ પહેલાં જરૂરી બેંકિંગ કામ પતાવી લેવાની સલાહ આપી છે, જેથી તેમને કોઈ મુશ્કેલી ન થાય.

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (યુએફબીયુ) એ 28 સપ્ટેમ્બરથી ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે. આ પહેલાં, 26 સપ્ટેમ્બરના રોજ મહિનાનો ચોથો શનિવાર હોવાને કારણે આજે બેંકો બંધ રહેશે. જોકે, 27 સપ્ટેમ્બરના રોજ રવિવારની રજા હોવા છતાં બેંકો ખુલશે. આવા સંજોગોમાં, 28 થી લઈને 30 સપ્ટેમ્બર સુધી સતત ત્રણ દિવસ બેંક શાખાઓમાં કામકાજ પ્રભાવિત રહેશે.

આ દરમિયાન, જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંકોમાં સામેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) સહિત કેટલીક અન્ય જૂની ખાનગી બેંકો ગ્રાહકોને જરૂરી બેંકિંગ કામ હડતાળ પહેલાં જ પતાવી લેવાની સલાહ આપી રહી છે, જેથી તેમને કોઈ મુશ્કેલી ન થાય. એસબીઆઈએ મોકલેલા પોતાના મેસેજમાં લખ્યું છે કે, એસબીઆઈની શાખાઓ 27 સપ્ટેમ્બરના રોજ ખુલ્લી રહેશે. પોતાની બેંકિંગ જરૂરિયાતો માટે કોઈપણ શાખામાં જાઓ.

ઉલ્લેખનીય છે કે, બેંક યુનિયનો દ્વારા પાંચ દિવસ (બેંકિંગ કામકાજ) દિવસને લાગુ કરવા સહિત વિવિધ માંગણીઓને લઈને હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. બેંકોની ત્રણ દિવસની હડતાળ દરમિયાન બેંક શાખાઓમાં રોકડ જમા-ઉપાડ, ચેક ક્લિયરન્સ અને અન્ય સેવાઓ પ્રભાવિત થવાની આશંકા છે. જે ગ્રાહકોને શાખામાં જઈને બેંકિંગ સંબંધિત કામ કરાવવાના છે, તેમને મુશ્કેલી પડી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande