અબડાસાના કથિત વ્યાજખોરી કેસમાં મોટો ખુલાસો: ભુજના મકાનમાંથી રૂ.1 કરોડથી વધુના દાગીના-રોકડ જપ્ત
કચ્છ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છમાં બિનલાયસન્સ નાણાં ધીરધાર અને ઊંચા વ્યાજની વસૂલાતના આરોપોને લઈને પશ્ચિમ કચ્છ પોલીસે કાર્યવાહી વધુ તેજ બનાવી છે. અબડાસા તાલુકાના કોઠારા પોલીસ મથકમાં નોંધાયેલા કથિત વ્યાજખોરીના ગુનાની તપાસ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્
વ્યાજખોરી કેસમાં વધુ સિઝિંગ


વ્યાજખોરી કેસમાં વધુ સિઝિંગ


વ્યાજખોરી કેસમાં વધુ સિઝિંગ


કચ્છ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છમાં બિનલાયસન્સ નાણાં ધીરધાર અને ઊંચા વ્યાજની વસૂલાતના આરોપોને લઈને પશ્ચિમ કચ્છ પોલીસે કાર્યવાહી વધુ તેજ બનાવી છે. અબડાસા તાલુકાના કોઠારા પોલીસ મથકમાં નોંધાયેલા કથિત વ્યાજખોરીના ગુનાની તપાસ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભુજના સંજોગનગર વિસ્તારમાં દરોડો પાડી રૂ.1,00,59,832 જેટલો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કાર્યવાહીને કેસની તપાસમાં મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, કોઠારા વિસ્તારમાં રહેતા આમદ હાજી મામદ મંથરા અને ઓસમાણ હાજી મામદ મંથરા સામે એક ફરિયાદના આધારે ગુનો નોંધાયો હતો. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે દસ ટકા વ્યાજે નાણાં આપ્યા બાદ વધુ વ્યાજની માંગણી કરવામાં આવી હતી. ઉપરાંત, સહી કરેલા કોરા ચેક, ચેકબુક, વાહન તથા જમીન સંબંધિત કરારો કરાવવામાં આવ્યા હોવાના અને ત્યારબાદ જમીનના દસ્તાવેજો પોતાના નામે કરાવી લેવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

આ કેસની તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આરોપી આમદ મંથરાના સગા સાળા રજાકભાઈ ઓસમાણભાઈ સોતાના ભુજના સંજોગનગર સ્થિત રહેણાંક મકાનમાં કેસને લગતો મહત્વનો મુદ્દામાલ હોવાની શક્યતા છે. મળેલી બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણાની આગેવાની હેઠળ પોલીસ ટીમે કાર્યવાહી કરી હતી.

તપાસ દરમિયાન મકાનમાંથી રૂ.6.18 લાખની રોકડ રકમ, સોના-ચાંદીના વિવિધ દાગીના સહિત અંદાજે રૂ.84.40 લાખની કિંમતનો જથ્થો, વાહન વેચાણ સંબંધિત અસલ કરાર તથા એક એરગન મળી આવી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી હેઠળ કબજે લીધો છે. પોલીસના જણાવ્યા મુજબ કુલ જપ્તીનું અંદાજિત મૂલ્ય રૂ.1 કરોડથી વધુ છે.

પોલીસ તપાસમાં એવો પણ આક્ષેપ સામે આવ્યો છે કે ફરિયાદી પાસેથી રોકડ અને UPI મારફતે કુલ રૂ.36.48 લાખ જેટલી રકમ ચૂકવવામાં આવી હોવા છતાં વધુ વ્યાજની માંગણી કરવામાં આવી હતી. સમગ્ર મામલે કોઠારા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

પશ્ચિમ કચ્છ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે નાણાકીય જરૂરિયાત વખતે બિનલાયસન્સ ધીરનાર પાસેથી ઊંચા વ્યાજે નાણાં લેવાનું ટાળે. કોઈ વ્યક્તિ ધમકી, દબાણ, ગાળો, મનસ્વી વ્યાજની માંગણી અથવા મિલકતના દસ્તાવેજો કરાવવા જેવી હેરાનગતિ કરે તો પોલીસનો સંપર્ક કરવા તેમજ બેંક, UPI, કરાર અને અન્ય નાણાકીય પુરાવાઓ સાચવી રાખવા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande