સિદ્ધાર્થ-તમન્નાની 'ધ વન'ની બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત
મુંબઈ, નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.). સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા અભિનીત ફિલ્મ ''ધ વન''એ, રિલીઝની સાથે બોક્સ ઓફિસ પર પોતાની હાજરી નોંધાવી છે. ફિલ્મે પહેલા દિવસે આશરે 8 કરોડ રૂપિયાની કમાણી કરી. સેકનિલ્કના આંકડા મુજબ, ''ધ વન''એ તા
સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા -ફોટો સોર્સ એક્સ


મુંબઈ, નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.). સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા અભિનીત ફિલ્મ 'ધ વન'એ, રિલીઝની સાથે બોક્સ ઓફિસ પર પોતાની હાજરી નોંધાવી છે. ફિલ્મે પહેલા દિવસે આશરે 8 કરોડ રૂપિયાની કમાણી કરી.

સેકનિલ્કના આંકડા મુજબ, 'ધ વન'એ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મોમાં અક્ષય કુમારની 'હૈવાન', સની દેઓલની 'બંટવારા 1947', 'વાઇબ' અને 'દાયરા' સહિત આશરે 33 ફિલ્મોની ઓપનિંગને પાછળ છોડી દીધી છે. જોકે ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, પરંતુ શરૂઆતની કમાણીએ નિર્માતાઓની આશાઓ વધારી દીધી છે.

'ધ વન'માં સિદ્ધાર્થ મલ્હોત્રાએ ઋષિ અને તમન્ના ભાટિયાએ તેની પત્ની મમતાની ભૂમિકા ભજવી છે. વાર્તા ઋષિની આસપાસ ફરે છે, જે પોતાની પૈતૃક જમીન વેચવા માટે પત્ની સાથે બિહાર સ્થિત પોતાના પૈતૃક ગામ પાછો ફરે છે. ફિલ્મમાં સુનીલ ગ્રોવર, શ્વેતા તિવારી, અનૂપ સોની અને મનીષ પોલ પણ મહત્વની ભૂમિકાઓમાં છે. ફિલ્મનું નિર્દેશન દીપક કુમાર મિશ્રા અને અરુણાભ કુમારે કર્યું છે, જ્યારે એકતા કપૂર તેના નિર્માતા છે.

તો બીજી તરફ, નાનીની ફિલ્મ 'ધ પેરાડાઈઝ' પણ બોક્સ ઓફિસ પર પોતાની પકડ જાળવી રાખી છે. ફિલ્મે બીજા દિવસે ભારતમાં 14.90 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો, જેનાથી તેની કુલ કમાણી 61.15 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જોકે બીજા દિવસે ફિલ્મની કમાણી પહેલા દિવસની સરખામણીમાં ઓછી રહી. 'ધ પેરાડાઈઝ'એ રિલીઝના પહેલા દિવસે 34.65 કરોડ રૂપિયાની શાનદાર ઓપનિંગ નોંધાવી હતી. આવા સંજોગોમાં 'ધ વન'ની મજબૂત શરૂઆત પછી બંને ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ મુકાબલો રસપ્રદ બની ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande