એશિયન રમતો: ધીરજ બોમ્મદેવરાએ રિકર્વ ક્વોલિફિકેશનમાં એશિયન અને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો
આઇચી-નાગોયા, નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.). ભારતીય તીરંદાજ ધીરજ બોમ્મદેવરાએ, એશિયન રમતો 2026માં પુરુષ રિકર્વ ક્વોલિફિકેશનમાં શાનદાર પ્રદર્શન કરતા 698 અંક સાથે એશિયન અને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. આ પ્રદર્શન સાથે ધીરજે વ્યક્તિગત સ્પર્ધામાં ટોચની
ભારતીય તીરંદાજ ધીરજ બોમ્મદેવરા


આઇચી-નાગોયા, નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.). ભારતીય તીરંદાજ ધીરજ બોમ્મદેવરાએ, એશિયન રમતો 2026માં પુરુષ રિકર્વ ક્વોલિફિકેશનમાં શાનદાર પ્રદર્શન કરતા 698 અંક સાથે એશિયન અને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. આ પ્રદર્શન સાથે ધીરજે વ્યક્તિગત સ્પર્ધામાં ટોચની વરિયતા (સીડ) મેળવી અને ભારતને પુરુષ ટીમ ક્વોલિફિકેશનમાં ત્રીજું સ્થાન અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

ધીરજે 72 તીરોની ક્વોલિફિકેશનમાં 698 અંક મેળવ્યા. નીરજ ચૌહાણ 676 અંક સાથે 20મા અને યશદીપ ભોગે 665 અંક સાથે 25મા સ્થાને રહ્યા. ત્રણેય ભારતીય તીરંદાજોનો સંયુક્ત સ્કોર 2039 રહ્યો, જેના કારણે ભારતીય ટીમ ક્વોલિફિકેશનમાં ત્રીજા સ્થાને રહી.

ક્વોલિફિકેશનના પરિણામો નોકઆઉટ રાઉન્ડના ડ્રો અને વરિયતા (સીડિંગ) નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાશે. પુરુષ ટીમ સ્પર્ધામાં ભારત ત્રીજી વરિયતા (સીડ) સાથે ઉતરશે. જ્યારે, ધીરજ વ્યક્તિગત સ્પર્ધામાં ટોચના વરિય ખેલાડી હશે. ક્વોલિફિકેશનમાં મેળવેલા અંકો માટે કોઈ મેડલ આપવામાં આવતો નથી અને મેડલનો નિર્ણય આગામી નોકઆઉટ મુકાબલાઓમાં થશે.

મહિલા કમ્પાઉન્ડ ટીમ બીજા સ્થાને

મહિલા કમ્પાઉન્ડ ક્વોલિફિકેશનમાં ચિકિતા તનીપાર્થીએ 705 અંક સાથે વ્યક્તિગત વર્ગમાં ટોચનું સ્થાન મેળવ્યું. જ્યોતિ સુરેખા વેન્નમ 699 અંક સાથે 13મા અને પ્રથિકા પ્રદીપ 695 અંક સાથે 20મા સ્થાને રહી. ભારતીય ટીમનો કુલ સ્કોર 2099 રહ્યો અને ટીમ ક્વોલિફિકેશનમાં ભારત બીજા સ્થાને રહ્યું.

સમાચાર લખાયા ત્યાં સુધીમાં ભારતે એશિયન રમતોમાં 26 મેડલ જીત્યા છે, જેમાં બે સુવર્ણ, 11 રજત અને 13 કાંસ્યનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેબલમાં 12મા સ્થાને છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande