સુરતમાં ધોરણ 12ની સગીરાને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મનો આરોપ, 24 વર્ષીય યુવકની ધરપકડ
સુરત, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : સુરતમાં ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થિનીને મળવાના બહાને બોલાવી બાદમાં હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સામે આવી છે. મળતી માહિતી મુજબ, બેગમપુરા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય શરીફ શેખે વિદ્યાર્થિનીને દયાળ
Rape case


સુરત, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : સુરતમાં ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થિનીને મળવાના બહાને બોલાવી બાદમાં હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સામે આવી છે. મળતી માહિતી મુજબ, બેગમપુરા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય શરીફ શેખે વિદ્યાર્થિનીને દયાળજી બાગમાં મળવા બોલાવી હતી. બંને થોડો સમય ગાર્ડનમાં બેઠા બાદ આરોપીએ ભીડ હોવાનું કહી શાંત જગ્યાએ વાત કરવા જવાનું કહી સગીરાને મોપેડ પર બેસાડી મોરાભાગળ બોટનિકલ ગાર્ડન પાછળ આવેલી હોટેલમાં લઈ ગયો હતો.

ફરિયાદ મુજબ, હોટેલમાં આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેને મોપેડ પર રાંદેરના રામનગર વિસ્તાર સુધી લઈ જઈ રિક્ષામાં બેસાડી ઘરે જવા કહ્યું હતું અને પોતે ત્યાંથી નીકળી ગયો હતો. ઘટનાને કારણે સગીરા ગભરાઈ ગઈ હતી અને ઘરે પહોંચવામાં પણ મોડું થયું હતું.

ઘરે પહોંચેલી દીકરીની સ્થિતિ જોઈ પરિવારજનોએ પૂછપરછ કરતાં તેણે સમગ્ર ઘટના જણાવી હતી. ત્યારબાદ પરિવારજનોએ અઠવાલાઇન્સ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે શરીફ શેખ સામે પોક્સો એક્ટ સહિત દુષ્કર્મની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. મામલે પોલીસ દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande