
પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુરના સુજાણપુર હાઇવે પર આવેલી ગોકુલ ઓઇલ મિલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમનો 138મો એપિસોડ સાંભળવા ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ ચૌધરી અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર જશુભાઈ પટેલ સહિત સ્થાનિક સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. તમામે એકસાથે બેસીને વડાપ્રધાનનું સંબોધન સાંભળ્યું હતું.
‘મન કી બાત’ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ, જનભાગીદારી અને જનહિત સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. દેશની પ્રગતિમાં લોકોના પ્રયાસો અને જનભાગીદારી અંગેના સંદેશને ઉપસ્થિત આગેવાનો તથા યુવાનોએ સાંભળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ