વરાણા ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટમાં ₹1 લાખની બોગસ પાવતીનો વિવાદ, પૂજારી સામે ફરિયાદ; પૂર્વ ટ્રસ્ટીએ લગાવ્યા કાવતરાના આક્ષેપ
પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણના સમી તાલુકાના વરાણા ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટમાં ₹1 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પૂજારી કૂણાલદાન ઉર્ફે કિશોરદાન ગઢવી સામે બોગસ પાવતી બનાવી દાનની રકમ ટ્રસ્ટમાં જમા ન કરાવ્યાનો આક્ષેપ છે. આ અંગે ટ્રસ્ટી
વરાણા ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટમાં ₹1 લાખની બોગસ પાવતીનો વિવાદ, પૂજારી સામે ફરિયાદ; પૂર્વ ટ્રસ્ટીએ લગાવ્યા કાવતરાના આક્ષેપ

વરાણા ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટમાં ₹1 લાખની બોગસ પાવતીનો વિવાદ, પૂજારી સામે ફરિયાદ; પૂર્વ ટ્રસ્ટીએ લગાવ્યા કાવતરાના આક્ષેપ

વરાણા ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટમાં ₹1 લાખની બોગસ પાવતીનો વિવાદ, પૂજારી સામે ફરિયાદ; પૂર્વ ટ્રસ્ટીએ લગાવ્યા કાવતરાના આક્ષેપ

પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણના સમી તાલુકાના વરાણા ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટમાં ₹1 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પૂજારી કૂણાલદાન ઉર્ફે કિશોરદાન ગઢવી સામે બોગસ પાવતી બનાવી દાનની રકમ ટ્રસ્ટમાં જમા ન કરાવ્યાનો આક્ષેપ છે. આ અંગે ટ્રસ્ટી ભરત ગગજી નાડોદાએ સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, મુંબઈના દાતા રાહુલ વીરા ચૌહાણે 14 માર્ચ 2025ના રોજ વરાણા ખોડિયાર માતાજી મંદિર માટે ₹1 લાખનું દાન આપ્યું હતું. જોકે, આ દાનની જાણ ટ્રસ્ટને 13 જુલાઈ 2026ના રોજ રાપરના નરસિંહ ચૌહાણ મારફતે થઈ હતી.

ટ્રસ્ટે તપાસ કરતાં ₹1 લાખની દાન રકમ ટ્રસ્ટના રજિસ્ટરમાં જમા થયેલી ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પાવતી નંબર A 35907ની તપાસ કરવામાં આવી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે પાવતી નંબર A 35907 મૂળ 8 જુલાઈ 2025ના રોજ સંગીતાબેન હિતેશભાઈને ₹500ના દાન બદલ આપવામાં આવી હતી. આ પાવતીમાં છેડછાડ કરીને ₹1 લાખની બોગસ પાવતી બનાવવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે બોગસ પાવતી પર કૂણાલદાન ગઢવીની સહી હતી. આ મામલે સમી પોલીસે ₹1 લાખની બોગસ પાવતી અને દાનની રકમ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બીજી તરફ, મંદિરના સ્થાપકના વંશજ અને પૂર્વ ટ્રસ્ટી ડો. દિલીપ ચંદીદાન ચારણે વર્તમાન ટ્રસ્ટીઓ સામે વળતા આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, પૂજારી પરિવારને વારસાગત પદ પરથી દૂર કરવા માટે માર્ચ 2025ની ઘટનાને આધાર બનાવી દોઢ વર્ષ બાદ ફરિયાદ કરવામાં આવી છે.

ડો. દિલીપ ચંદીદાન ચારણે ટ્રસ્ટની પહોંચીઓમાં છેડછાડ, નકલી સહીઓ અને બોગસ દસ્તાવેજો ઊભા કરીને પૂજારી પરિવારને ફસાવવાનું કાવતરું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે ટ્રસ્ટના વહીવટ અંગે ચેરિટી કમિશનર, પાટણ સમક્ષ તપાસ ચાલી રહી છે અને પરિવાર દ્વારા પણ કાનૂની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande