'સેવા મારૂ યોગદાન' અંતર્ગત કોડિનાર ખાતે શ્રમદાન કરતાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા
ગીર સોમનાથ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષની જનસેવા અને રાષ્ટ્રસેવાને સમર્પિત યાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ''સેવા મારૂ યોગદાન'' હેઠળ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ કોડિનાર સ્મશા
કોડિનાર ખાતે શ્રમદાન કરતાં શિક્ષણ મંત્રી


ગીર સોમનાથ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષની જનસેવા અને રાષ્ટ્રસેવાને સમર્પિત યાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 'સેવા મારૂ યોગદાન' હેઠળ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ કોડિનાર સ્મશાન ખાતે શ્રમદાન કર્યું હતું.

સ્વચ્છતાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે મંત્રીએ સ્મશાનમાં સફાઈલક્ષી પ્રવૃત્તિ કરી હતી અને સફાઈ કામદારોને કીટ વિતરણ કરી હતી.

'સેવા મારું યોગદાન'ના ભાવ સાથે યોજાયેલ આ પ્રવૃત્તિ દ્વારા સૌએ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાના સંકલ્પ લીધા હતા.

ઉપરાંત 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મંત્રીશ્રી કોડિનાર મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમાં ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે મંત્રીએ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત આ ચિત્ર અને વકૃત્વ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની કલ્પનાશક્તિનું અને વક્તૃત્વ સ્પર્ધામાં વક્તૃત્વ કૌશલ્યનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande