
ગીર સોમનાથ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લામાં અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ કિશોરભાઈ મોહન ભાઈ કુહાડા ના અધ્યક્ષ સ્થાને એક માછીમાર ડેલીગેશન ગુજરાત રાજ્ય ના મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા પર્યાવરણ મંત્રી અર્જુન ભાઈ મોઢવાડીયા સમકક્ષ વિવિધ પ્રકારના પ્રશ્નો વિશે રજુઆત કરવામાં આવી હતી, આ ડેલીગેશન માં અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ કિશોરભાઈ મોહન ભાઈ કુહાડા, સુત્રાપાડા ખારવા સમાજ ના બાલુભાઈ દરી, સુત્રાપાડા કોળી સમાજ ના નથુ ભાઈ જીવાભાઈ,ભીડિયા કોળી સમાજ ના પ્રતિનિધિ તરીકે વસંત ભાઈ વૈશ્ય,ધામરેજ સમસ્ત ખારવા સમાજ ના બંસી ભાઈ હરેશભાઈ, મુળ દ્વારકા ખારવા સમાજ ના સુગનેશભાઈ ડાલકી અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના મંત્રી પૃથ્વી ભાઈ ફોફંડી તથા માછીમાર આગેવાનો હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ