રાપરની નિવાસી શાળામાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, આચાર્ય આણંદથી ઝડપાયો: સંચાલકો સામે પણ ગંભીર આક્ષેપ
કચ્છ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના રાપર તાલુકાના નીલપર ગામની એક નિવાસી શાળામાં સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે રાપર પોલીસે પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ
રાપર પોક્સો કેસનો આરોપી


રાપર પોક્સો કેસનો આરોપી


કચ્છ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના રાપર તાલુકાના નીલપર ગામની એક નિવાસી શાળામાં સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે રાપર પોલીસે પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી ગણાતા શાળાના આચાર્ય વિપુલ ભાનુભાઈ ગોહિલ (ઉંમર 27)ને આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના દેવાતલપડ ગામેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ, 13 વર્ષ અને 3 મહિનાની સગીર વિદ્યાર્થિની સાથે આરોપી આચાર્ય દ્વારા, વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આરોપી સગીરાને પરીક્ષામાં ઓછા ગુણ આપવાની ધમકી આપીને તેના પર દબાણ કરતો હતો. આ મામલે પીડિતાએ હોસ્ટેલની ગૃહમાતા પૂજાબેન ગોહિલને જાણ કરી હતી, પરંતુ ફરિયાદ મુજબ ગૃહમાતાએ પણ આ અંગે કોઈને જાણ ન કરવા કહ્યું હતું.

આ સમગ્ર ઘટનાક્રમમાં સંસ્થાના કેટલાક જવાબદાર હોદ્દેદારોની ભૂમિકા અંગે પણ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પીડિતાએ સંસ્થાના મંત્રી દિનેશ સંઘવી અને મેનેજર અનિરુધ્ધસિંહ જાડેજાને ઘટનાની જાણ કરી હોવા છતાં, પોલીસ ફરિયાદ ન કરવા દબાણ કરવામાં આવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. જોકે આ તમામ આક્ષેપોની સત્યતા અંગે પોલીસ તપાસ ચાલુ છે.

મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે આરોપી આચાર્યના ખિસ્સામાંથી પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ પડી હોવાનું સામે આવ્યું હતું. સીસીટીવીના આધારે આ બાબત સંસ્થાના સંચાલકોના ધ્યાન પર આવી હતી. ત્યારબાદ 24 ઓગસ્ટે આચાર્યને સંસ્થાની સેવામાંથી દૂર કરવામાં આવ્યો હતો. બાદમાં મામલો પોલીસ અને શિક્ષણ વિભાગના ધ્યાન પર આવ્યો હતો.

રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો એક્ટની વિવિધ કલમો લાગુ કરવામાં આવી છે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે આરોપીની શોધખોળ હાથ ધરાઈ હતી. અંતે પોલીસ ટીમે સોજીત્રા તાલુકાના દેવાતલપડ ગામેથી આરોપી વિપુલ ગોહિલને ઝડપી પાડ્યો હતો. રાપર પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande