શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ નજીક દેશી બંદૂક-ગન પાવડર સાથે શખ્સ ઝડપાયો, સાથી ફરાર
પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણ એલસીબી પોલીસે શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ નજીક રૂની-મુજપુર રોડ પરથી અલ્લારખા કાળુ પુના સિંન્ધી (ડફેર), ઉંમર 40, રહે. અમરાપુર પાટી રાણીસર, તા. સમી, જિ. પાટણને દેશી બંદૂક, 600 ગ્રામ ગન પાવડર અને છરા સાથે ઝડપી પાડ્યો
શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ નજીક દેશી બંદૂક-ગન પાવડર સાથે શખ્સ ઝડપાયો, સાથી ફરાર


પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણ એલસીબી પોલીસે શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ નજીક રૂની-મુજપુર રોડ પરથી અલ્લારખા કાળુ પુના સિંન્ધી (ડફેર), ઉંમર 40, રહે. અમરાપુર પાટી રાણીસર, તા. સમી, જિ. પાટણને દેશી બંદૂક, 600 ગ્રામ ગન પાવડર અને છરા સાથે ઝડપી પાડ્યો હતો.

બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી રેડ દરમિયાન કાર્યવાહી કરી હતી. અલ્લારખા પાસેથી GJ24BD4779 નંબરની પલ્સર બાઇક અને રિયલમી મોબાઇલ સહિત કુલ રૂ.57,850નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે બાઇક પર બેઠેલો સલીમ નામનો અન્ય શખ્સ પોલીસને જોઈ બાવળની ઝાડીઓમાં ભાગી ગયો હતો.

આ મામલે શંખેશ્વર પોલીસે અલ્લારખા કાળુ પુના સિંન્ધી અને ફરાર સલીમ સામે આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસની જવાબદારી PSI અશ્વિનસિંહ જાડેજાને સોંપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande