નેપાળના સપ્તરીમાં પૂરનો કહેર, 500 ઘર ડૂબી ગયા; 2 હજારથી વધુ લોકો પ્રભાવિત
કાઠમંડુ, નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.). છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે નેપાળના સપ્તરી જિલ્લામાં પૂરની સ્થિતિ ગંભીર બની ગઈ છે. હનુમાનનગર કંકાલિની નગરપાલિકા અને તિલાઠી કોઈલાડી ગ્રામપાલિકામાં પૂરનું પાણી ઘૂસી જવાથી આશરે 500 ઘર ડૂબી
નેપાળના સપ્તરી જિલ્લામાં પૂરની સ્થિતિ


કાઠમંડુ, નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.). છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે નેપાળના સપ્તરી જિલ્લામાં પૂરની સ્થિતિ ગંભીર બની ગઈ છે. હનુમાનનગર કંકાલિની નગરપાલિકા અને તિલાઠી કોઈલાડી ગ્રામપાલિકામાં પૂરનું પાણી ઘૂસી જવાથી આશરે 500 ઘર ડૂબી ગયા છે. પૂરને કારણે 2 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

હનુમાનનગર કંકાલિની નગરપાલિકાના વોર્ડ નંબર 5, 7, 12 અને 13ની વસાહતોમાં પૂરનું પાણી ઘૂસી જવાથી 483 ઘર ડૂબી ગયા. જ્યારે, તિલાઠી કોઈલાડી ગ્રામપાલિકાના વોર્ડ નંબર 4 અને 5માં 17 ઘર જળમગ્ન થયા છે.

હનુમાનનગર કંકાલિની નગરપાલિકાના પ્રમુખ વીરેન્દ્ર માઝીએ જણાવ્યું કે, શુક્રવાર રાત્રે સપ્તકોસી નદીમાં પાણીનું સ્તર વધ્યા બાદ વસાહતોમાં પૂરનું પાણી ઘૂસી ગયું. તેમણે કહ્યું કે પૂર પ્રભાવિત લોકો માટે તાત્કાલિક સવાર-સાંજ બે સમયના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીનું સ્તર થોડું ઓછું થયા પછી પ્રભાવિત પરિવારોની ઓળખ કરીને તેમને વધારાની રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande