સેલવાસથી ધરમપુર લઈ જવાતો રૂ.2.63 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે આરોપી ઝડપાયા
વલસાડ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : વલસાડ જિલ્લાના નાનાપોંઢા પોલીસે સેલવાસ તરફથી ધરમપુર તરફ ચોરીછૂપીથી લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે મારૂતી સુઝુકી ઈકો કારમાંથી કુલ 1,344 બોટલ વિદેશી દારૂ, મોબાઇલ ફોન અને કાર સહિત કુલ ર
આરોપી સાથે પોલીસ ની ટીમ


વલસાડ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : વલસાડ જિલ્લાના નાનાપોંઢા પોલીસે સેલવાસ તરફથી ધરમપુર તરફ ચોરીછૂપીથી લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે મારૂતી સુઝુકી ઈકો કારમાંથી કુલ 1,344 બોટલ વિદેશી દારૂ, મોબાઇલ ફોન અને કાર સહિત કુલ રૂ.5,19,260નો મુદ્દામાલ કબજે કર્યો છે.

નાનાપોંઢા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ચંદુભાઈ મોતીયાભાઈને બાતમી મળી હતી કે, સિલ્વર કલરની ઈકો કાર નંબર GJ-15-CJ-4370માં સેલવાસ તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરી બે ઈસમો ધરમપુર તરફ જવાના છે. બાતમીના આધારે પોલીસે જોગવેલ આસલુન ફળિયા પાસે વોચ ગોઠવી હતી.

દરમિયાન શંકાસ્પદ ઈકો કાર આવતા પોલીસે તેને રોકી તપાસ કરતા કારની વચ્ચેની તથા પાછળની સીટના ભાગેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 1,344 બોટલ, કુલ 318.720 લિટર, કિંમત રૂ.2,63,760નો દારૂ કબજે કર્યો હતો. આ ઉપરાંત રૂ.2.50 લાખની ઈકો કાર અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.5,19,260નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ કેસમાં પોલીસે નિલેશભાઈ મુકેશભાઈ નાયકા પટેલ (29), રહે. વાડ ગામ, ખરુદી ફળિયા, તા. ખેરગામ, જી. નવસારી અને ગૌરાંગભાઈ શાંતિલાલ પટેલ (40), રહે. ધરમપુર, વાલોડ ફળિયાને ઝડપી પાડ્યા છે. બંને વિરુદ્ધ નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande