ભાવનગર રેડક્રોસના સેક્રેટરી વર્ષાબેન લાલાણીએ, જીનીવા ખાતે ઇન્ટરનેશનલ રેડક્રોસ હેડક્વાર્ટરની મુલાકાત લીધી
ભાવનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી વર્ષાબેન લાલાણી, હાલ પારિવારિક પ્રસંગે સ્વિટ્ઝર્લેન્ડના પ્રવાસે છે. દરમિયાન તેમણે જીનીવા ખાતે આવેલા ઇન્ટરનેશનલ રેડક્રોસ હેડક્વાર્ટરની મુલાકાત લઈ, વિવિધ સેવાઓ અને પ્રવૃત્તિઓ અંગે માહિતી
ભાવનગર રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી વર્ષાબેન લાલાણી હાલ પારિવારિક પ્રસંગે સ્વિટ્ઝર્લેન્ડના પ્રવાસે છે. દરમિયાન તેમણે જીનીવા ખાતે આવેલા ઇન્ટરનેશનલ રેડક્રોસ હેડક્વાર્ટરની મુલાકાત લઈ વિવિધ સેવાઓ અને પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. અગાઉથી નક્કી કરાયેલા કાર્યક્રમ અંતર્ગત વર્ષાબેન લાલાણી જીનીવા ખાતે ઇન્ટરનેશનલ રેડક્રોસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં તેમની મુલાકાત હેડક્વાર્ટરના નેશનલ સોસાયટી ડેવલપમેન્ટ અને ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ એન્ડ રેડ ક્રિસન્ટ સોસાયટીઝના ડાયરેક્ટર ભુપેન્દ્ર તોમર સાથે થઈ હતી. આશરે એક કલાક ચાલેલી મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્ટ અને સેવાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાવનગર રેડક્રોસ દ્વારા તૈયાર કરવામાં આવેલ એક્ટિવિટી રિપોર્ટ અને અન્ય પ્રવૃત્તિઓની વિગતો હેડક્વાર્ટર સાથે શેર કરવામાં આવી હતી. તેમજ હેડક્વાર્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલા એક્ટિવિટી રિપોર્ટ અંગે પણ માહિતીની આપ-લે કરવામાં આવી હતી. ભાવનગર રેડક્રોસ દ્વારા તૈયાર કરવામાં આવેલ મોમેન્ટો પણ ભુપેન્દ્ર તોમરને આપવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન વર્ષાબેન લાલાણી સાથે તેમના પુત્ર હાર્દિક લાલાણી અને પુત્રવધુ પણ જોડાયા હતા. ભાવનગર રેડક્રોસની વિવિધ સેવાઓ અને પ્રવૃત્તિઓની વિગતો જાણ્યા બાદ ભુપેન્દ્ર તોમરે સંસ્થાની કામગીરીની સરાહના કરી હતી. તેમણે વીડિયો કોલ મારફતે ભાવનગર રેડક્રોસના વાઇસ ચેરમેન સુમિત ઠક્કર સાથે પણ વાતચીત કરી હતી અને ભાવનગર રેડક્રોસની પ્રવૃત્તિઓ અંગે પ્રશંસા વ્યક્ત કરી હતી. સાથે જ ભારત, ગુજરાત અને ભાવનગરની મુલાકાત લેવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. ભાવનગર રેડક્રોસના સેક્રેટરી વર્ષાબેન લાલાણી દ્વારા સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે આવેલા ઇન્ટરનેશનલ રેડક્રોસ હેડક્વાર્ટરની મુલાકાત લેવામાં આવતા ભાવનગર રેડક્રોસ માટે આ મુલાકાત ગૌરવપૂર્ણ બની હતી.


ભાવનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી વર્ષાબેન લાલાણી, હાલ પારિવારિક પ્રસંગે સ્વિટ્ઝર્લેન્ડના પ્રવાસે છે. દરમિયાન તેમણે જીનીવા ખાતે આવેલા ઇન્ટરનેશનલ રેડક્રોસ હેડક્વાર્ટરની મુલાકાત લઈ, વિવિધ સેવાઓ અને પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી.

અગાઉથી નક્કી કરાયેલા કાર્યક્રમ અંતર્ગત વર્ષાબેન લાલાણી જીનીવા ખાતે, ઇન્ટરનેશનલ રેડક્રોસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં તેમની મુલાકાત હેડક્વાર્ટરના નેશનલ સોસાયટી ડેવલપમેન્ટ અને ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ એન્ડ રેડ ક્રિસન્ટ સોસાયટીઝના ડાયરેક્ટર ભુપેન્દ્ર તોમર સાથે થઈ હતી. આશરે એક કલાક ચાલેલી મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્ટ અને સેવાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભાવનગર રેડક્રોસ દ્વારા તૈયાર કરવામાં આવેલ એક્ટિવિટી રિપોર્ટ અને અન્ય પ્રવૃત્તિઓની વિગતો હેડક્વાર્ટર સાથે શેર કરવામાં આવી હતી. તેમજ હેડક્વાર્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલા એક્ટિવિટી રિપોર્ટ અંગે પણ માહિતીની આપ-લે કરવામાં આવી હતી. ભાવનગર રેડક્રોસ દ્વારા તૈયાર કરવામાં આવેલ મોમેન્ટો પણ ભુપેન્દ્ર તોમરને આપવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન વર્ષાબેન લાલાણી સાથે તેમના પુત્ર હાર્દિક લાલાણી અને પુત્રવધુ પણ જોડાયા હતા.

ભાવનગર રેડક્રોસની વિવિધ સેવાઓ અને પ્રવૃત્તિઓની વિગતો જાણ્યા બાદ ભુપેન્દ્ર તોમરે, સંસ્થાની કામગીરીની સરાહના કરી હતી. તેમણે વીડિયો કોલ મારફતે ભાવનગર રેડક્રોસના વાઇસ ચેરમેન સુમિત ઠક્કર સાથે પણ વાતચીત કરી હતી અને ભાવનગર રેડક્રોસની પ્રવૃત્તિઓ અંગે પ્રશંસા વ્યક્ત કરી હતી. સાથે જ ભારત, ગુજરાત અને ભાવનગરની મુલાકાત લેવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.

ભાવનગર રેડક્રોસના સેક્રેટરી વર્ષાબેન લાલાણી દ્વારા, સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે આવેલા ઇન્ટરનેશનલ રેડક્રોસ હેડક્વાર્ટરની મુલાકાત લેવામાં આવતા ભાવનગર રેડક્રોસ માટે આ મુલાકાત ગૌરવપૂર્ણ બની હતી.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande