પોરબંદરના ગોરસર ગામે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત કિસાન ગોષ્ઠિ યોજાઈ
પોરબંદર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : આત્મા પ્રોજેક્ટ પોરબંદર અંતર્ગત પ્રોજેક્ટ ડાયરેક્ટર સીમા જે. શર્માના માર્ગદર્શન હેઠળ આત્મા વિભાગના ભરતભાઈ ગોસ્વામી દ્વારા પોરબંદર તાલુકાના ગોરસર ગામે કિસાન ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગોષ્ઠિમાં નિવૃત્ત ન
પોરબંદરના ગોરસર ગામે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત કિસાન ગોષ્ઠિ યોજાઈ.


પોરબંદરના ગોરસર ગામે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત કિસાન ગોષ્ઠિ યોજાઈ.


પોરબંદર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : આત્મા પ્રોજેક્ટ પોરબંદર અંતર્ગત પ્રોજેક્ટ ડાયરેક્ટર સીમા જે. શર્માના માર્ગદર્શન હેઠળ આત્મા વિભાગના ભરતભાઈ ગોસ્વામી દ્વારા પોરબંદર તાલુકાના ગોરસર ગામે કિસાન ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ગોષ્ઠિમાં નિવૃત્ત નાયબ નિયામક કટારીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ અને તેના ફાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે રાસાયણિક દવાઓના ઉપયોગથી ઉત્પાદિત શાકભાજીના સેવનથી સ્વાસ્થ્ય પર થતી સંભવિત અસરો અંગે સમજણ આપી હતી. વધુમાં, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી ઓછા પાણીમાં કયા પાકોનું વાવેતર કરી શકાય, તેનાથી થતા લાભો તેમજ જમીનની ફળદ્રુપતા અને આરોગ્ય જાળવવા અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કિસાન ગોષ્ઠિનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવી જમીનની ગુણવત્તા જાળવવાની સાથે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande