સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની હાજરીમાં ગોકુલ ખાતે યુવાનો સાથે ખાસ સંવાદ કાર્યક્રમ યોજાયો
પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની હાજરીમાં ગોકુલ ખાતે યુવાનો સાથે ખાસ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ગોકુલ ગ્રુપ દ્વારા આયોજિત આ બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો જોડાયા હતા અને પોતાના વિચારો તથા કારકિર્દી સંબંધિત
સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની હાજરીમાં ગોકુલ ખાતે યુવાનો સાથે ખાસ સંવાદ કાર્યક્રમ યોજાયો


પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની હાજરીમાં ગોકુલ ખાતે યુવાનો સાથે ખાસ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ગોકુલ ગ્રુપ દ્વારા આયોજિત આ બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો જોડાયા હતા અને પોતાના વિચારો તથા કારકિર્દી સંબંધિત સવાલો રજૂ કર્યા હતા.

સંવાદ દરમિયાન યુવાનો સાથે રોજગારીની નવી તકો, કારકિર્દી ઘડતર અને કૌશલ્ય વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બદલાતા આર્થિક અને ઔદ્યોગિક માહોલમાં યુવાનો પોતાની ક્ષમતાઓમાં વધારો કરીને નવી તકોનો લાભ કેવી રીતે લઈ શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બલવંતસિંહ રાજપૂતે યુવાનોના પ્રશ્નો અને મંતવ્યો સાંભળીને તેમની સાથે સીધી વાતચીત કરી હતી. યુવા પેઢીની સકારાત્મક ઊર્જા અને નવા વિચારો દેશ તથા સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવી કૌશલ્ય નિર્માણ અને રોજગારલક્ષી તૈયારી પર ભાર મૂકવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande