ભાજપનો કોંગ્રેસ પર હુમલો, કહ્યું- લોકશાહી અને બંધારણીય સંસ્થાઓને બદનામ ન કરે, દેશની માફી માંગે
નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય મીડિયા સહ-સંયોજક સિદ્ધાર્થ યાદવે મંગળવારે કોંગ્રેસ પર મતદાર યાદી અને વિશેષ સઘન પુનરીક્ષણ (એસઆઈઆર)ના મુદ્દે જોરદાર નિશાન સાધ્યું. સિદ્ધાર્થ યાદવે જૂના આંકડાઓનો હવાલો આપતા કોંગ્રે
ભાજપ


નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય મીડિયા સહ-સંયોજક સિદ્ધાર્થ યાદવે મંગળવારે કોંગ્રેસ પર મતદાર યાદી અને વિશેષ સઘન પુનરીક્ષણ (એસઆઈઆર)ના મુદ્દે જોરદાર નિશાન સાધ્યું. સિદ્ધાર્થ યાદવે જૂના આંકડાઓનો હવાલો આપતા કોંગ્રેસ પર બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાનો આરોપ લગાવ્યો અને માફીની માંગ કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ પહેલા ડુપ્લિકેટ અને નકલી નામોને મતદાર યાદીમાંથી હટાવવાની માંગ કરતી હતી, પરંતુ હવે જ્યારે મતદાર યાદીઓનું પુનરીક્ષણ થઈ રહ્યું છે ત્યારે એ જ કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે.

સિદ્ધાર્થ યાદવે કહ્યું કે, કોંગ્રેસે પોતાની રાજકીય નિષ્ફળતાઓને છુપાવવા માટે એક નવો દ્રષ્ટિકોણ ઊભો કર્યો છે. તેમણે કહ્યું, “કોંગ્રેસનો રાજકીય પલટો અને તેનો બદલાતો દ્રષ્ટિકોણ સુવિધાની રાજનીતિનો પ્રત્યક્ષ પુરાવો છે.”

ભાજપ મુખ્યાલયમાં આયોજિત પત્રકાર પરિષદમાં સિદ્ધાર્થ યાદવે, આંધ્ર પ્રદેશનું ઉદાહરણ આપતા કહ્યું કે, 2018માં કોંગ્રેસના એક નેતાએ મતદાર યાદીમાં લગભગ 50 લાખ ડુપ્લિકેટ પ્રવેશો હોવાનો દાવો કર્યો હતો અને તેમને હટાવીને મતદાર યાદીમાં સુધારો કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે તેલંગાણામાં પણ કોંગ્રેસનું આ જ વલણ હતું. કોંગ્રેસ તે સમયે કહેતી હતી કે, જો ડુપ્લિકેટ નામો હટાવવામાં નહીં આવે તો તે લોકશાહી સાથે છેતરપિંડી હશે.

સિદ્ધાર્થ યાદવે રાજસ્થાનનું ઉદાહરણ આપતા કહ્યું કે, 15 ઓગસ્ટ 2018ના રોજ કોંગ્રેસે રાજ્યમાં લગભગ 42 લાખ ડુપ્લિકેટ નામો હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને હટાવવાની માંગ કરી હતી. તેમના મતે, બાદમાં એસઆઈઆર પ્રક્રિયામાં લગભગ 41.85 લાખ નામો હટાવવામાં આવ્યા.

તેમણે કેરળનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોંગ્રેસે ત્યાં લગભગ 4.34 લાખ ડુપ્લિકેટ નામો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દાને લઈને એક જાળસ્થળ બનાવવામાં આવ્યું અને મામલો વડી અદાલત સુધી લઈ જવામાં આવ્યો. યાદવના મતે, બાદમાં એસઆઈઆર માં લગભગ 8.57 લાખ ડુપ્લિકેટ નામો મળી આવ્યા અને તેમને હટાવવામાં આવ્યા.

ભાજપ નેતાએ કહ્યું કે, કેરળમાં વિશેષ પુનરીક્ષણ પછી કોંગ્રેસની જીત થઈ તો પાર્ટીએ તેને મદદરૂપ અને સારી પ્રક્રિયા ગણાવી. તેમણે કહ્યું કે, તે સમયે કોંગ્રેસના નેતાઓ અને રાજ્યના તત્કાલીન ગૃહમંત્રી તરફથી મતદાર યાદીમાં ખોટા નામો શામેલ હોવાને લઈને આરોપો લગાવવામાં આવ્યા હતા.

સિદ્ધાર્થ યાદવે બિહારનું પણ ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, 2013માં બિહારમાં લગભગ 76 લાખ કથિત ભૂતિયા મતદારોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, તે સમયે કેન્દ્રમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનની સરકાર હતી. તેમણે દાવો કર્યો કે 2025માં એસઆઈઆર પછી લગભગ 65 લાખ નામો હટાવવામાં આવ્યા.

તેમણે કહ્યું કે, હવે કોંગ્રેસ એ જ પ્રક્રિયાનો વિરોધ કરી રહી છે, જેને તે પહેલા મતદાર યાદીને સ્વચ્છ કરવા અને લોકશાહીને મજબૂત કરવા માટે જરૂરી ગણાવતી હતી. યાદવે આરોપ લગાવ્યો કે કોંગ્રેસનું વલણ સમય-સમય પર તેના રાજકીય હિત અનુસાર બદલાતું રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande