સિદ્ધપુર આગાખાન સ્કૂલમાં દાદા-દાદી સાથે ‘ગ્રાન્ડ હાર્ટ્સ, લિટલ હેન્ડ્સ’ની ઉજવણી
પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) સિદ્ધપુરની આગાખાન સ્કૂલના પ્રી-પ્રાઈમરી વિભાગ દ્વારા ‘ગ્રાન્ડ હાર્ટ્સ, લિટલ હેન્ડ્સ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ સાથે તેમના દાદા-દાદી અને નાના-નાની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બે પેઢીઓ વ
સિદ્ધપુર આગાખાન સ્કૂલમાં દાદા-દાદી સાથે ‘ગ્રાન્ડ હાર્ટ્સ, લિટલ હેન્ડ્સ’ની ઉજવણી


સિદ્ધપુર આગાખાન સ્કૂલમાં દાદા-દાદી સાથે ‘ગ્રાન્ડ હાર્ટ્સ, લિટલ હેન્ડ્સ’ની ઉજવણી


પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) સિદ્ધપુરની આગાખાન સ્કૂલના પ્રી-પ્રાઈમરી વિભાગ દ્વારા ‘ગ્રાન્ડ હાર્ટ્સ, લિટલ હેન્ડ્સ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ સાથે તેમના દાદા-દાદી અને નાના-નાની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બે પેઢીઓ વચ્ચેના પ્રેમ અને લાગણીસભર સંબંધો જોવા મળ્યા.

કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની સુંદર ડાન્સ અને જોલી ફોનિક્સ આધારિત પ્રસ્તુતિથી થઈ હતી. બાળકોએ વિવિધ રજૂઆતો દ્વારા વડીલોનું મનોરંજન કર્યું હતું. શાળા દ્વારા દાદા-દાદી માટે વિવિધ મનોરંજક રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે દાદા-દાદીઓએ જૂના ગીતો ગાઈને અને પૌત્ર-પૌત્રીઓને રસપ્રદ વાર્તાઓ સંભળાવીને યાદગાર ક્ષણો માણી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખુશનુમા અને લાગણીસભર વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમ બે પેઢીઓ વચ્ચેના પ્રેમ, સંવાદ અને સંસ્કારના સુંદર જોડાણનો સંદેશ આપતો રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande