આઈડીએફસી ફર્સ્ટ બેંક કૌભાંડ: ઈડીએ ચંડીગઢ, મોહાલી અને પંચકુલામાં 14 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા
નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર (હિ.સ.) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, હરિયાણા સરકાર, ચંડીગઢ નગર નિગમ અને અન્ય સરકારી ખાતાઓમાંથી કથિત રીતે 645 કરોડ રૂપિયાના જાહેર ભંડોળની ઉચાપત સાથે સંકળાયેલા આઈડીએફસી ફર્સ્ટ બેંક કૌભાંડમાં મંગળવારે ચંદીગઢ, મોહાલી અને
આઈડીએફસી ફર્સ્ટ બેંક કૌભાંડમાં ઈડી એ ચંદીગઢ, મોહાલી અને પંચકુલામાં 14 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા.


નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર (હિ.સ.) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, હરિયાણા સરકાર, ચંડીગઢ નગર નિગમ અને અન્ય સરકારી ખાતાઓમાંથી કથિત રીતે 645 કરોડ રૂપિયાના જાહેર ભંડોળની ઉચાપત સાથે સંકળાયેલા આઈડીએફસી ફર્સ્ટ બેંક કૌભાંડમાં મંગળવારે ચંદીગઢ, મોહાલી અને પંચકુલામાં 14 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. ઈડી અનુસાર, તપાસ દરમિયાન કથિત રીતે જાહેર ભંડોળને વિવિધ ખાતાઓ અને સંસ્થાઓ દ્વારા ફેરવવા, લેયર્ડ ટ્રાન્ઝેક્શન કરવા અને તેને કાયદેસરના વ્યવસાયિક વ્યવહાર તરીકે દર્શાવવા સંબંધિત દસ્તાવેજો અને અન્ય પુરાવા મળ્યા છે.

ઈડીના ચંડીગઢ પ્રાદેશિક કાર્યાલય-દ્વિતીયે હરિયાણા પોલીસ દ્વારા ફેબ્રુઆરી 2026માં નોંધાયેલી પ્રાથમિકીના આધારે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (પીએમએલએ), 2002 હેઠળ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિકીમાં હરિયાણાના વિકાસ અને પંચાયત વિભાગના આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં સંચાલિત ખાતાઓની બાકી રકમમાં કથિત ગેરરીતિઓ સંબંધિત આરોપો લગાવવામાં આવ્યા હતા.

તપાસ એજન્સી અનુસાર, મંગળવારે ચંડીગઢ, મોહાલી અને પંચકુલામાં વિવિધ જ્વેલરી વેપારીઓ અને તેમની સાથે સંકળાયેલી સંસ્થાઓના પરિસરોની તલાશી લેવામાં આવી. આમાં મલિક જ્વેલર્સ, કેએલજી જ્વેલ્સ અને તેની સંલગ્ન સંસ્થાઓ, એમબી ગોલ્ડ ટ્રેડર્સ, શ્યામ જ્વેલર્સ અને સુંદર જ્વેલર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગૌરવ કંસલ સાથે સંકળાયેલા પરિસરોની પણ તલાશી લેવામાં આવી.

ઈડીનો આરોપ છે કે, કંસલે કથિત રીતે ગુનામાંથી મેળવેલા નાણાંને વિવિધ માધ્યમો દ્વારા આગળ મોકલવામાં અને લેયર્ડ ટ્રાન્ઝેક્શનમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી. ઈડીએ દાવો કર્યો કે, કથિત રીતે ઉચાપત કરાયેલા સરકારી ભંડોળને વિવિધ જ્વેલરી વેપારીઓના બેંક ખાતાઓ દ્વારા ફેરવવામાં આવ્યું અને ઘણા સ્તરો પર વ્યવહારો કરીને તેના વાસ્તવિક સ્ત્રોતને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એજન્સી અનુસાર, આ વ્યવહારોને કાયદેસરની વ્યવસાયિક પ્રવૃત્તિઓ તરીકે રજૂ કરવામાં આવ્યા, જેથી ગુનામાંથી મેળવેલા નાણાંને કાયદેસરના નાણાં તરીકે દર્શાવી શકાય.

તપાસ એજન્સીએ એવો પણ આરોપ લગાવ્યો કે, જ્વેલરી વેપારીઓ હરિયાણા સરકારના વિવિધ વિભાગો અને ચંડીગઢ પ્રશાસનના ખાતાઓમાંથી કથિત રીતે ઉપાડેલા નાણાંને કાયદેસર બનાવવાની પ્રક્રિયામાં સામેલ હતા. ઈડી અનુસાર, ગુનામાંથી મેળવેલા નાણાંનો એક ભાગ કથિત રીતે આઈએએસ અધિકારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ સુધી પણ પહોંચ્યો, જેમની ભૂમિકા બેંક છેતરપિંડીમાં તપાસના દાયરામાં છે.

ઈડીએ જણાવ્યું કે, આ કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) એ પંચકુલાની વિશેષ અદાલતમાં ત્રીજું આરોપપત્ર દાખલ કર્યું છે. આમાં હરિયાણા કેડરના છ આઈએએસ અધિકારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓને આરોપી બનાવવામાં આવ્યા છે. ઈડી અનુસાર, આ જ કેસમાં મની લોન્ડરિંગના આરોપોમાં ચાર લોકોને અગાઉ ધરપકડ કરવામાં આવી છે.

એજન્સીએ જણાવ્યું કે, તપાસ દરમિયાન આશરે 211 કરોડ રૂપિયાની ચલ અને અચલ સંપત્તિઓ જપ્ત, કબજે અથવા ફ્રીઝ કરવામાં આવી છે. આ ઉપરાંત, પંચકુલા સ્થિત વિશેષ પીએમએલએ અદાલત સમક્ષ 14 આરોપીઓ વિરુદ્ધ પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઈડી અનુસાર, મંગળવારની તલાશીમાં વિવિધ સંસ્થાઓ અને બેંક ખાતાઓ દ્વારા કથિત ગુનામાંથી મેળવેલા નાણાંને ફેરવવા, લેયર્ડ ટ્રાન્ઝેક્શન કરવા, છુપાવવા અને તેને કાયદેસરના નાણાં તરીકે રજૂ કરવા સંબંધિત વધારાના પુરાવા મળ્યા છે. જપ્ત કરાયેલા દસ્તાવેજો અને અન્ય સામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં આગળની તપાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande