માસઆર્ટ સોસાયટી કેસના સંદર્ભમાં ઈડી એ કોલકતામાં 15 સ્થળોએ દરોડા પાડ્યા
નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર (હિ.સ.). કોલકતાના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, મંગળવારે માસઆર્ટ (મહાનિર્વાણ રોડ માસઆર્ટ) સોસાયટી દ્વારા દુર્ગા પૂજા પ્રિવ્યૂ શો ના આયોજનમાં કથિત નાણાકીય ગેરરીતિઓના સંદર્ભમાં કોલકાતામાં 15 સ્થળોએ દરોડા પાડ્યા. આ કાર્
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર (હિ.સ.). કોલકતાના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, મંગળવારે માસઆર્ટ (મહાનિર્વાણ રોડ માસઆર્ટ) સોસાયટી દ્વારા દુર્ગા પૂજા પ્રિવ્યૂ શો ના આયોજનમાં કથિત નાણાકીય ગેરરીતિઓના સંદર્ભમાં કોલકાતામાં 15 સ્થળોએ દરોડા પાડ્યા. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), 2002 ની કલમ 17 હેઠળ કરવામાં આવી રહી છે.

ઈડી ના જણાવ્યા મુજબ, માસઆર્ટ સોસાયટીએ યુનેસ્કો-પ્રાયોજિત સંસ્થા હોવાનો દાવો કરીને લોકો પાસેથી મોટી રકમ એકઠી કરી હતી. તપાસ એજન્સીનો આરોપ છે કે એકત્રિત ભંડોળનો ઉપયોગ વ્યક્તિગત લાભ માટે કરવામાં આવ્યો હતો.

દરોડાના ક્ષેત્રમાં ભૂતપૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેન અને તેમના નજીકના સહયોગીઓ સહિત વિવિધ વ્યક્તિઓ અને સંગઠનો સાથે જોડાયેલા સ્થળોનો સમાવેશ થાય છે. ઈડી આ મામલે વધુ તપાસ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande