ભારતીય મૂળના ગેંગસ્ટર ગોલ્ડી બ્રારનું નામ એફબીઆઈ ની ટોચની 10 મોસ્ટ વોન્ટેડ યાદીમાં, તેના પર ₹10 કરોડનું ઈનામ
વોશિંગ્ટન, નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર (હિ.સ.) ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ) એ, કુખ્યાત ભારતીય મૂળના ગેંગસ્ટર સતિન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર પર પકડ મજબૂત બનાવી છે. એફબીઆઈ એ ગોલ્ડીને તેના ટોચના 10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં ઉમેર્યું
ગેંગસ્ટર ગોલ્ડી બ્રારનું વિવરણ એફબીઆઈ એ કર્યું


વોશિંગ્ટન, નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર (હિ.સ.) ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ) એ, કુખ્યાત ભારતીય મૂળના ગેંગસ્ટર સતિન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર પર પકડ મજબૂત બનાવી છે. એફબીઆઈ એ ગોલ્ડીને તેના ટોચના 10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં ઉમેર્યું છે અને ₹10 કરોડ (1 મિલિયન ડોલર) ના ઈનામની જાહેરાત કરી છે.

એફબીઆઈ એ, સોમવારે તેની વેબસાઇટ અને તેના એક્સ હેન્ડલ પર આ માહિતી શેર કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ રકમ તેની ધરપકડ અથવા ધરપકડ તરફ દોરી જતી માહિતી આપનાર કોઈપણને આપવામાં આવશે. એફબીઆઈ અનુસાર, ગોલ્ડી બ્રાર ઉત્તર અમેરિકન સંગઠિત ગુના જૂથના નેતા લોરેન્સ બિશ્નોઈના કહેવા પર ગુનાઓ કરે છે.

યુએસ તપાસ એજન્સી અનુસાર, આ ગેંગ દક્ષિણ કેલિફોર્નિયા અને સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં લક્ષિત હત્યાઓ, રાજકીય અને ધાર્મિક વ્યક્તિઓ પર હુમલાઓ, ગોળીબાર, અપહરણ, ખંડણી અને ડ્રગ અને હથિયારોની હેરાફેરી સહિત અનેક ગંભીર ગુનાઓમાં સામેલ છે. કેલિફોર્નિયાની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ફેડરલ કોર્ટે 1 જુલાઈના રોજ સતિન્દરજીત સિંહ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પંજાબના શ્રી મુક્તસર સાહિબનો રહેવાસી ગોલ્ડી બ્રાર પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદથી સમાચારમાં છે. તેણે આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. ગોલ્ડી પર 2023માં કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ છે.

એવું કહેવાય છે કે, એક પોલીસકર્મીના પુત્ર ગોલ્ડી બ્રારે તેના પિતરાઈ ભાઈ ગુરલાલ બ્રારની હત્યાનો બદલો લેવા માટે ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેણે ગુરલાલની હત્યાના આરોપી કુસ્તીબાજની હત્યાનું ષડયંત્ર રચ્યું અને લોરેન્સ બિશ્નોઈ અને જગ્ગુ ભગવાનપુરિયાના સંપર્કમાં આવ્યો. ભારતીય ગૃહ મંત્રાલયે તેને પહેલાથી જ આતંકવાદી જાહેર કરી દીધો છે. ગોલ્ડી હાલમાં કેનેડાના બ્રેમ્પટનમાં રહેતો હોવાનું કહેવાય છે અને બબ્બર ખાલસા જેવા આતંકવાદી સંગઠનોની મદદથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande